બીબીએ-બીસીએ અને બીએમએસ સહિત તમામ કોર્સની વર્ષ-2025-26 માટે નવી કોલેજો શરૂ કરવા માંગતી સંસ્થાઓ પાસેથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ્ ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા અરજીઓ મગાવવાની જાહેરાત કરાઈ છે.
અત્યાર સુધીમાં બીબીએ-બીસીએની કોલેજની મંજુરી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી હતી, પરંતુ ચાલુ વર્ષથી આ કોર્સને ટેકનિકલ કોર્સ ગણાવી મંજુરીની પ્રક્રિયા AICTE હસ્તગત કરવામાં આવી છે. પહેલા જ વર્ષે કાઉન્સિલ દ્વારા મોટી સંખ્યામાં બીબીએ-બીસીએ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં જ કાઉન્સિલની મંજૂરી બાદ જીટીયુએ અંદાજે 30થી વધારે બીબીએ-બીસીએ કોલેજોને મંજૂરી આપી દીધી હતી. કાઉન્સિલની જાહેરાત બાદ હવે આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા પણ નવી કોલેજો માટે દરખાસ્તો મગાવવાનું શરૂ કરાશે. ચાલુ વર્ષે મંજૂર થયેલી 30થી વધારે કોલેજો પૈકી મોટાભાગની કોલેજોમાં 100 ટકા બેઠકો ભરાઇ નથી.