આજથી રાજ્યભરની શાળાઓમાં ધો.9થી 12ની પરીક્ષાનો પ્રારંભ

0

[ad_1]

  • પરીક્ષા પે ચર્ચાના કારણે પરીક્ષા એક દિવસ પાછી ઠેલાઈ
  • ધોરણ 9થી 12ની પરીક્ષાઓ 28મી જાન્યુઆરીથી શરૂ થશે
  • તા. 6 ફેબ્રુઆરી સુધી શાળાકીય પરીક્ષા ચાલશે

રાજ્યની તમામ સ્કૂલોમાં શનિવારથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની શાળાકીય પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષાઓ 27મી જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના લીધે એક દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય મુદત શાળાકીય પરીક્ષાઓ તા.28મી જાન્યુઆરીથી શરૂ થશે અને તા.6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા તા.27 જાન્યુઆરીથી તા.4 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની હતી. જેમાં ધોરણ 9 અને 11માં દ્વિતિય પરીક્ષા અને ધોરણ.10 અને 12ના વિદ્યાર્થીઓની પ્રિલિમ પરીક્ષાઓ શરૂ થવાની હતી. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું તમામ વિદ્યાર્થીઓએ જીવંત પ્રસારણ નિહાળવાનું હોવાથી પરીક્ષા પાછી ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી હવે ધોરણ 9થી 12ની પરીક્ષાઓ 28મી જાન્યુઆરીથી શરૂ થશે અને 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. તમામ સ્કૂલોમાં એક સાથે પરીક્ષાઓ શરૂ કરવા અંગેની શિક્ષણ બોર્ડ દ્વારા સુચના આપવામાં આવેલી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *