27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
27 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતજીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ...

જીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ : જય નારાયણ વ્યાસ



Surat : ભારતમાં ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ક્ચર કેન્દ્ર સરકાર નિભાવે છે અને જીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોધુ બની રહ્યું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે તેવી વાત સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના પુર્વ મંત્રી અને હાલ કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસે કહી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

 સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની પત્રકાર પરિષદમાં જયનારાયણ વ્યાસે ભાજપના રાજમાં ભારતીય અર્થતંત્ર સરકારની નીતિના કારણે નબળું પડી રહ્યું હોવાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે,  હાલમાં ભારતને વિશ્વની ત્રીજા નંબરની અથવ્યવસ્થા બનાવવા માટે દાવો કરવામાં આવે છે પરંતુ ક્યારે બશે તે સમય બતાવવામાં આવતો નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય