ચીનમાં કોરોનાથી પાંચ અઠવાડિયામાં 9 લાખ લોકોનાં મોત થયાંની ભીતિ

0

[ad_1]

  • ચીનની પેકિંગ યુનિવર્સિટીના રિપોર્ટે જિનપિંગ સરકારનાં જુઠ્ઠાણાની પોલ ખોલી
  • આંકડા ખોટા હોવાની ચીનની યુનિવર્સિટીનાં રિપોર્ટમાં જ પોલ ખોલવામાં આવી.
  • શરૂઆતનાં પહેલા 5 અઠવાડિયામાં જ આશરે 9 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

ચીનને સરકારે સ્વીકાર કર્યો છે કે કોરોના મહામારીથી અત્યાર સુધીમાં ત્યાં 60,000 લોકોનાં મોત થયા છે પણ આ આંકડા ખોટા હોવાની ચીનની યુનિવર્સિટીનાં રિપોર્ટમાં જ પોલ ખોલવામાં આવી છે. વિશ્વનાં કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીનમાં જે રીતે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તે જોતાં ચીન હજી પણ મૃત્યુનાં સત્તાવાર આંકડા છુપાવી રહ્યું છે. ચીનમાં મૃત્યુનો સાચો આંકડો તેણે જાહેર કરેલા સત્તાવાર આંકડા કરતા 10 ગણો વધારે હોઈ શકે છે. યુએસની કેલિફોર્નિયા યુનિવર્સિટી અને લોસ એન્જલસની ફીલ્ડિંગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થનાં મહામારી વિભાગનાં અધ્યક્ષ ઝુ ફેંગ ઝેંગનો દાવો છે કે ચીનનાં સત્તાવાર મૃત્યુઆંક ઘણો મોટો હોઈ શકે છે. ઝેંગ એ કહ્યું હતું કે, ચીનમાં કોરોના મહામારીની શરૂઆતનાં પહેલા 5 અઠવાડિયામાં જ આશરે 9 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીની નેશનલ સ્કૂલ ઓફ ડેવલપમેન્ટનાં રિપોર્ટમાં જિનપિંગ સરકારની પોલ અને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

64 ટકા વસ્તી કોરોનાની ચપેટમાં

એક અંદાજ મુજબ જાન્યુઆરીનાં મધ્ય સુધીમાં ચીનની 64 ટકા વસ્તી કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. જો ચીનમાં કોરોનાનો સંક્રમણ દર 0.1 ટકા પણ હોય તો પહેલા પાંચ સપ્તાહમાં 9 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હોવા જોઈએ.

કેરળમાં કોરોનાનો ખતરો વધ્યો, માસ્ક ફરજિયાત રાજ્ય સરકારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની નવી એડવાઇઝરી જારી કરી, 30 દિવસ લાગુ રહેશે

કેરળમાં ફરી એકવાર કોરોનાની મહામારી ફેલાવાનો ખતરો વધ્યો છે. આથી રાજ્ય સરકારે તકેદારીનાં પગલાંરૂપે તમામ સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. આ માટે ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે. નવી એડવાઈઝરી મુજબ તમામ જાહેર સ્થળો, કામકાજનાં સ્થળો તેમજ સામાજિક સ્થળોએ લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે. લોકોને કોવિડ -19નાં નિયમોનું પાલન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા, સેનિટાઈઝર્સનો ઉપયોગ કરવા આદેશ અપાયા છે. સંક્રમણને વધતું રોકવા તકેદારીનાં પગલાં લેવાયાં છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની નવી એડવાઈઝરી 30 દિવસ અમલમાં રહેશે. સરકારે તમામ દુકાનો, થિયેટરો તેમજ અન્ય સ્થળોએ સેનિટાઈઝર્સ રાખવા તાકીદ કરી છે. દરમિયાન દેશમાં માર્ચ 2020 પછી કોરોનાના દરરોજ નોંધાતા કેસમાં ધરખમ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા ફક્ત 89 કેસ જ નોંધાયા છે. જે 27મી માર્ચ 2020 પછી સૌથી ઓછામાં ઓછા છે. આમ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. એક્ટિવ કેસ ઘટીને 2035 થયા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *