ઓસ્ટ્રેલીયાથી આવેલી દિકરીના ધામધુમથી લગ્નની તૈયારીઓ વચ્ચે 9 લાખ રોકડાની ચોરી

0

[ad_1]

  • દાગીના તથા રોકડ સહીત 14 લાખની ચોરીને અંજામ
  • વિદેશથી લાવેલી ઘડીયાળો પણ તસ્કરો ઉઠાવી ગયા
  • પરીવાર અમદાવાદ ગયોને તસ્કરોએ તિજોરી સાફ કરી

દહેગામના કનીપુરમાં તસ્કરોએ એક ઘરમાં ઘાડ પાડીને સોના-ચાંદીના દાગીના સહીત લાખોના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. પરીવારજનો વિદેશથી આવેલી દિકરીના લગ્નની તૈયારીઓ કરતા હતા ત્યારે જ ચોરી કરવામાં આવી છે. લગ્નની ખરીદી કરવા માટે પરીવાર અમદાવાદ ગયો હતો ત્યારે ઘરની તિજોરીનુ તળીયુ બોલાવી દેવામાં આવ્યુ હતુ. દરવાજાના નકુચાનો સ્ક્રુ ખોલીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. નવ લાખ રોકડ રકમ સહીત 14 લાખના મુદ્દામાલ ચોરીની ફરીયાદ નોંધીને પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ દહેગામ તાલુકાના કનીપુરમાં સ્વામીનારાયણ મંદિરની નજીકમાં રહેતા અરવિંદભાઇ લાભશંકર ત્રિવેદી ખેતી તથા દુધની ડેરી ચલાવે છે. સંતાનોમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પુત્રી પ્રેક્ષા હાલમાં ઓસ્ટ્રેલીયામાં કોમ્પ્યુટર આઇટીનો અભ્યાસ કરે છે. તેમજ પુત્ર રુતુલ કેનેડા ખાતે એરક્રાફ્ટ એન્જીનિયરીંગનો અભ્યાસ કરે છે. અઠવાડીયા બાદ 1લી ફેબ્રુઆરીએ પુત્રી પ્રેક્ષાના લગ્ન હોવાથી ઓસ્ટ્રેલીયાથી લગ્ન કરવા ઘરે આવી હતી. 21મીએ અરવિંદભાઇ પત્નિ તથા પુત્રી પ્રેક્ષા સાથે લગ્ન પ્રસંગના સામાનની ખરીદી કરવા માટે અમદાવાદ ગયા હતા. ખરીદી કરવામાં મોડુ થઇ જતા વેવાઇને ત્યાં અમદાવાદ ખાતે જ રાત રોકાઇ ગયા હતા. બાદમાં 22 મીએ સવારે ફોન દ્વારા ઘરમાં ચોરી થઇ ગઇ હોવાની જાણ થતા પરીવારજનો તાબડતોબ ઘરે દોડી આવ્યા હતા. ઘરે આવીને જોતા મુખ્ય દરવાજાના નકુચાના સ્ક્રુ ખોલી નાંખીને નકુચાને કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા તોડી નાંખવામાં આવ્યો હતો. અંદરના રુમમાં જઇને તપાસ કરતા મસમોટી ચોરીથી પરીવારજનો વ્થથિત થઇ ગયા હતા. તિજોરીનુ લોક તોડી નાંખવામાં આવ્યુ હતુ. સરસામાન અસ્તવ્યસ્ત પડયો હતો. તિજોરીમાંથી સોનાના દાગીના તથા વિદેશી ઘડયાળો જે દીકરી ઓસ્ટ્રેલીયાથી તેમજ દીકરો કેનેડાથી લાવ્યો હતો તેની ચોરી થઇ ગઇ હતી. કુલ 14 લાખના મુદ્દામાલની ચોરી કરીને અજાણ્યા તસ્કરો ફરાર થઇ ગયા હતા. દહેગામ પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધીને તપાસ ચલાવી છે.

ચોરી કરવામાં આવેલા સામાનની યાદી

સોનાનો હાર, સોનાની ચેઇન, સોનાનુ ડોકીયુ, એક જોડી સોનાની કાનની શેર, બે જોડ સોનાની બુટટી, એક નાની સોનાની વિંટી, દોઢ તોલા સોનાનો દોરો, એક જોડ ચાંદીની શેરો, ઘરમાં કામ કરતા મીનાબેનની એક જોડ ચાંદીની સેરો, ઓસ્ટ્રેલીયાથી લાવેલી એક કાંડા ઘડીયાળ, કેનેડાથી લાવેલી બે નંગ કાંડા ઘડીયાળ, નવ લાખ રુપિયા રોકડા મળીને કુલ ૧૪ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી.

એલસીબીની બે ટીમો, ડોગ સ્કોર્ડ તથા ફીંગરપ્રિન્ટ એક્સપર્ટની તપાસ

14 લાખના મુદ્દામાલની ચોરી અંગે કનીપુરમાં ફરીયાદીના ઘરે ડોગ સ્કોર્ડ તથા ફીંગરપ્રિન્ટ એક્સપર્ટ સહીતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. દહેગામ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી. ડીવાએસપી તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની બબ્બે ટીમો સ્થળ ઉપર પહોંચીને તપાસમાં જોતરાઇ હતી. સીસીટીવી ફુટેજની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તસ્કરોનુ પગેરુ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરુ કરાયો હોવાની વિગતો છે. મસમોટી ચોરીની ઘટનાથી ગામજનોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *