15 વર્ષથી જૂના 9 લાખ સરકારી વાહનો 1 એપ્રિલથી ભંગારમાં ફેરવાશેઃ ગડકરી

0

[ad_1]

  • સરકારે 15 વર્ષથી વધુ જૂના વાહનોને સ્ક્રેપમાં બદલવાની મંજૂરી આપી
  • માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પડાયું
  • જૂના વાહનોની જગ્યાએ નવા વાહનો લાવવામાં આવશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું કે 15 વર્ષથી જૂના 9 લાખ સરકારી વાહનોને 1 એપ્રિલ પછી રસ્તા પર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમની જગ્યાએ નવા વાહનો લાવવામાં આવશે. આ વાહનો કેન્દ્ર અને રાજ્ય સરકારો, પરિવહન નિગમો અને જાહેર ક્ષેત્રના સાહસોમાં રોકાયેલા છે. ઉદ્યોગ સંગઠન FICCIના એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે સરકાર ઇથેનોલ, મિથેનોલ, બાયો-સીએનજી, બાયો-એલએનજી અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને સરળ બનાવવા માટે ઘણા પગલાં લઈ રહી છે.

માર્ગ પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે અમે હવે 15 વર્ષથી વધુ જૂના નવ લાખથી વધુ વાહનોને સ્ક્રેપમાં બદલવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે પ્રદૂષણ ફેલાવતી બસો અને કારોના રોડ પર ચલાવવાનો પ્રતિબંધ મૂકીને તેમની જગ્યાએ નવા વાહનો લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આનાથી વાયુ પ્રદૂષણ ઘણી હદ સુધી ઘટશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરના જાહેરનામા અનુસાર તમામ 15 વર્ષ જૂના કેન્દ્ર અને રાજ્ય સરકારના વાહનોની નોંધણી 1 એપ્રિલથી રદ કરવામાં આવશે અને તેને સ્ક્રેપ કરવામાં આવશે. તેમાં પરિવહન નિગમો અને જાહેર ક્ષેત્રના સાહસોમાં રોકાયેલા વાહનોનો સમાવેશ થાય છે. નોટિફિકેશન મુજબ, આ નિયમ દેશના સંરક્ષણ, કાયદો અને વ્યવસ્થાના અમલ અને આંતરિક સુરક્ષા માટેના ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા સ્પેશિયલ પર્પઝ વાહનો પર લાગુ થશે નહીં. મોટર વ્હીકલ નિયમ, 2021 હેઠળ આવા વાહનો સ્ક્રેપિંગ યુનિટ દ્વારા તેમની નોંધણીના દિવસથી 15 વર્ષ પછીના વાહનોની નોંધણી રદ કરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *