ચીનના હેનાન પ્રાંતની 89% વસતી સંક્રમિત

0

[ad_1]

  • ભારતમાં રવિવારે કોરોનાના 170 નવા કેસ નોંધાયા,
  •  દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2,371 થઈ,
  • 17 દેશોએ ચીની પ્રવાસીઓ સામે લગાવ્યો પ્રતિબંધ

ચીનમાં કોરોના સંક્રમણના કેસ વધવા સાથે ભારત, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં પણ કોરોનાની નવી લહેરનું જોખમ વધ્યું છે. ચીનના હેનાન પ્રાંતમાં 89 ટકા લોકો કોરોના પ્રભાવિત થઈ ચૂક્યા છે. હેનાન પ્રાંત 9 કરોડ 94 લાખની વસતી ધરાવે છે. અર્થાત હેનાન પ્રાંતમાં 8 કરોડ 85 લાખ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. બીજી તરફ જાપાને કોરોના સંદર્ભમાં ચેતવણી આપી છે કે 15 જાન્યુઆરી પછી દેશમાં કોરોના કેસની સંખ્યામાં ઉછાળો આવી ચૂક્યો છે. સંક્રમણને રોકવા જાપાને ચીનથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. અર્થાત ચીનથી જાપાન આવનારી વ્યક્તિનો હવે કોરોના ટેસ્ટ થશે.

બીજી તરફ ભારતમાં રવિવારે કોરોનાના 170 કેસ સામે આવ્યા હતા. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશ હાલમાં 2,371 સક્રિય કેસ ધરાવે છે.

ચીનથી આવનારા પ્રવાસીઓ સામે અનેક દેશો પ્રતિબંધ લાદી ચૂક્યા છે. સ્વીડન, મલેશિયા, કતાર, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરોક્કો, ફ્રાન્સ, બ્રિટન, અમેરિકા, જાપાન , ભારત, ઇટાલી સહિતના 17 દેશો ચીની પ્રવાસીઓ સામે પ્રતિબંધ લાગુ કરી ચૂક્યા છે. આ દેશોમાં પ્રવેશતી વખતે ચીની પ્રવાસીને નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

ચીનમાં કોરોના ટેસ્ટ કિટ તૈયાર કરતી ફેક્ટરીમાં હિંસા

ચીનમાં કોવિડ ટેસ્ટ કિટ તૈયાર કરતી ફેક્ટરીમાં હિંસા થઈ હતી. વિરોધ દેખાવો કરી રહેલા લોકોએ પોલીસ પર દવાઓના બોક્સ ફેંક્યા હતા. ચૂંગચૂંગી શહેરમાં કોવિડ ટેસ્ટ ટીક તૈયાર કરતી જાયબાયો કંપનીએ સંખ્યાબંધ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે અને તેમને વેતન પણ નથી આપ્યું. છૂટા કરવામાં આવ્યા છે તે કર્મચારીઓ વિરોધ દેખાવો કરી રહ્યા હતા. કંપનીના દ્વાર પર તે દેખાવકારો અને સુરક્ષાકર્મી સામસામે આવી ગયા હતા. કોરોના કિટ તૈયાર કરતી કંપનીએ અંદાજે 10,000 કર્મચારીને નોકરીમાંથી દૂર કર્યા પછી આ દેખાવો થઈ રહ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *