74 વર્ષીય મહેશ ભટ્ટે એન્જિયોપ્લાસ્ટી કરાવી

0

[ad_1]

  • રૂટિન ચેકઅપ માટે ગયેલા મહેશ ભટ્ટની હાર્ટ નળીઓમાં બ્લોકેઝ હોવાથી ડૉક્ટર્સે તાત્કાલિક સર્જરી કરી
  • મહેશ ભટ્ટે હાર્ટ સર્જરી કરાવવી તે વાત વાઇરલ થઈ હતી
  • મહેશ ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં મેડિકલ ટીમનો આભાર માન્યો હતો

મહેશ ભટ્ટની હાલમાં જ હાર્ટ સર્જરી કરાવવામાં આવી હતી. ડૉક્ટર્સે એન્જિયોપ્લાસ્ટી કરી હતી. મહેશ ભટ્ટ રૂટિન ચેકઅપ માટે ગયા હતા અને ડૉક્ટર્સે એન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી હતી. મહેશ ભટ્ટે હાર્ટ સર્જરી કરાવવી તે વાત વાઇરલ થઈ હતી. ત્યારબાદ મહેશ ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં મેડિકલ ટીમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ એક બ્લડલેસ સર્જિકલ પ્રોસિજર હતી.મહેશ ભટ્ટે વધુમાં કહ્યું હતું, ‘હું એચ.એન. રિલાયન્સ હોસ્પિટલના બેસ્ટ ડૉક્ટર્સની વચ્ચે હતો. 16 જાન્યુઆરીના રોજ પ્રોસિજર થઈ અને 18મીએ હું ઘરે પરત ર્ફ્યો. હું જીવતો છું અને ફ્રેન્ડ સાથે મસ્તી કરી રહ્યો છું. હું સવારના પાંચ વાગ્યાથી મારી નેકસ્ટ બુક પર કામ કરું છું.’ મહેશ ભટ્ટે વાતને આગળ વધારતા કહ્યું હતું, ’16 જાન્યુઆરીએ મારી પ્રોસિજર ફાઇનલ કરવામાં આવી હતી. હું રૂટિન બૉડી ચેકઅપ માટે ગયો હતો અને ડૉક્ટર્સે કહ્યું કે, આમ તો તમારી તબિયત સારી છે, પરંતુ તમારે એન્જિયોપ્લાસ્ટી કરાવવી જોઈએ. મારી કોઈ જાતની ફરિયાદ નહોતી અને કોઈ જાતના લક્ષણો પણ નહોતા. હું 74 વર્ષનો છું. આ ઉંમરે નળીઓ બ્લોક થાય તે સ્વાભિવક છે. ઉંમરલાયક થવું વૈકલ્પિકલ નહીં, પરંતુ અનિવાર્ય છે.’

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *