675 કરોડનું હવાલા કૌભાંડ : ઈડીની તપાસ શરૂ

0

[ad_1]

  • જવાબદારોને હાજર થવા ત્રણ વખત સમન્સ મોકલાયા
  • કોરોલીના ટ્રેડિંગે 675 કરોડ દુબઇ અને હોંગકોંગ મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું
  • સચિન SEZમાંથી વર્ષ 2021માં નેચરલના નામે સિન્થેટિક હીરાની આયાત-નિકાસના નામે કૌભાંડ કરાયું હતું

સચિન એસઇઝેડમાં આવેલી કારોલીના ટ્રેડિંગ કંપનીએ નેચરલ હીરાના બદલે સિન્થેટિક ડાયમંડ મોકલી 675 કરોડનું કૌભાંડ આચર્યુ હતું. આ ઉપરાંત કંપનીના કર્તાહર્તાઓએ હવાલા મારફતે દુબઇ અને હોંગકોંગ નાણાં પણ મોકલ્યા હોવાનું ડીઆરઆઇની તપાસમાં બહાર આવ્યું હતું. જે અંગેનો રિપોર્ટ ડીઆરઆઇ ઇડીને સોંપતા ઇડીએ પણ સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, આ અંગે ઇડીના અધિકારીઓ સત્તાવાર રીતે કોઇ પણ જાણકારી આપવા માટે તૈયાર નથી. વર્ષ 2021માં સર્ચ કાર્યવાહી દરમિયાન સુરત ડીઆરઆઇ વિભાગે આ કેસમાં રાકેશ રામપુરીયા, સાગર શાહ અને વિકાસ ચોપરાની ધરપકડ કરી હતી. કંપની સંચાલકો દ્વારા વિદેશમાંથી હીરા આયાત કરવાના નામે ખેલ કરવામાં આવ્યો હતો. કોઇને પણ શક નહીં થાય તે માટે કંપનીના સંચાલકો ચોપડા પર હોંગકોંગથી પ્રાકૃતિક હીરા આયાત કરતા હતા જોકે ખરેખર સિન્થેટિક હીરા આવતા હતા. જેની રકમ ખૂબ મોંઘી બતાવવામાં આવતી હતી અને તેની આડમાં હવાલાની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. અંદાજિત હવાલાની રકમનો આંકડો 675 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. ડીઆરઆઇની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે સુરતથી નાણાં વાયા દુબઇ અને હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી નેચરલ હીરાની ખરીદી કરીને સચિન એસઇઝેડમાં મોકલવામાં આવતા હતા, પરંતુ સચિન એસઇઝેડમાં આવેલી કારોલીના ટ્રેડિંગમાં નેચરલ હીરાના બદલે સિન્થેટિક ડાયમંડની જ્વેલરી બનાવીને મોકલવામાં આવતી હતી.

હોંગકોંગથી સમગ્ર કૌભાંડને ચલાવવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું

ડીઆરઆઇની તપાસમાં એવું પણ જાણવા મડયું હતું કે આ તમામ પાછળ કોઇ અન્ય એક શખ્સ પણ શામેલ હતો કે જે હોંગકોંગથી આ બધુ કંટ્રોલ કરી રહ્યો હતો. આ શખ્સ દ્વારા ઓછી કિંમતના હીરા વિદેશથી મોકલવામાં આવી રહ્યા હતા અને તેની જ્વેલરી બનાવી અહીંથી તેને પરત મોકલવામાં આવતી હતી. ડીઆરઆઇ વિભાગને આ તમામ મામલે હવાલા અને મનીલોન્ડરિંગની આશંકા જણાતા ઇડીને તેનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ ઇડીએ સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે. તેમજ કૌભાંડ આચરનારા સહિત મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જવાબદારોને હાજર થવા ત્રણ વખત સમન્સ મોકલાયા

ઇડીએ જવાબદારોને હાજર થવા માટે અત્યાર સુધીમાં ત્રણ વખત સમન્ય આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, ત્રણેય સમન્સમાં એક પણ વખત ત્રણેય આરોપીઓ હાજર થયા નહીં હોવાના કારણે હવે ઇડી દ્વારા તેઓને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી કરે તેવી પણ શક્યતા રહેલી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે ત્રણેય આરોપીઓ હાલમાં દુબઇ ભાગી ગયા હોવાનું પણ કહેવાય છે. તેના કારણે જ છેલ્લા દોઢેક મહિનાથી હવાલા કૌભાંડની તપાસમાં આરોપીઓની ધરપકડ થઇ શકી નથી. આ ઉપરાંત ઇડી દ્વારા પણ સમગ્ર કાર્યવાહી અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવી રહી હોવાના લીધે જ હાલમાં કોઇ પણ વિગત આપવા તૈયાર નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *