ટેકનોલોજી ફેકલ્ટીમાં મેકર ફેસ્ટનો પ્રારંભ, ૬૪ ઈનોવેશન્સ પ્રદર્શિત કરાયા

0

[ad_1]

Updated: Jan 28th, 2023

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં આજથી બે દિવસના મેકર ફેસ્ટનો પ્રારંભ થયો હતો.મેકર ફેસ્ટનુ આયોજન કરનાર સંસ્થા યુવાલય અને વડોદરા ઈનોવેશન કાઉન્સિલને વિવિધ કોલેજો અને સ્કૂલોના વિદ્યાર્થીઓની ૩૦૦ જેટલી એન્ટ્રી મળી હતી.આ પૈકી ૬૪ ઈનોવેશન્સ પસંદ કરીને મેકર ફેસ્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓના ઈનોવેશન્સને પ્રોત્સાહન મળે અને  સમાજમાં નોંધ લેવાય તે માટે યોજાયેલા મેકર ફેસ્ટની પહેલા દિવસે ૨૦૦૦ કરતા વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.વિવિધ ઈનોવેશન્સના સ્ટોલની સાથે સાથે રોકેટ મોડેલિંગ સહિતના વિવિધ વર્કશોપ સહિતની ૧૦ લાઈવ ઈવેન્ટસનુ પણ આયોજન કરાયુ છે.

મેકર્સ ફેસ્ટમાં હેલ્થ એટીએમ, પ્રજ્ઞાાચક્ષુઓ માટે બ્રેઈલ લિપિમાં પ્રિન્ટ આઉટ કાઢતુ પ્રિન્ટર, રુમમાં બેસેલા બીજા વ્યક્તિઓને ખલેલ ના પહોંચે અને એક જ વ્યક્તિ સાંભળે તે રીતે અવાજ રિલિઝ કરતુ સ્માર્ટ સ્પીકર, ઓટોમેટિક ઘોડિયુ , ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ, કેટલ ડિટેક્શન અને મોનિટરિંગ સિસ્ટમ  જેવા ઈનોવેશન્સને મુલાકાતીઓને આકર્ષ્યા હતા.

મેકર્સ ફેસ્ટની સાથે તોડ ફોડ જોડ નામનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *