– અગાઉ વર્ષ-2022 માં મહાપાલિકા સામેના કુલ 862 કેસ પેન્ડિંગ હતા
– મહાપાલિકા સામે જુદા જુદા કારણોસર કેસ થતા હોય છે, મહાપાલિકાની તરફેણમાં 27 કેસનો નિકાલ
ભાવનગર : સરકારી તંત્રની સામે કોઈને કોઈ કારણોસર અરજદારો દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા હોય છે અને આ કેસના ચુકાદા તંત્રની તરફેણમાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવતા હોય છે, આવુ જ કામ ભાવનગર મહાપાલિકાના લીગલ વિભાગ દ્વારા કરવામાં આવતુ હોય છે. મહાપાલિકા સામે જુદા જુદા કારણોસર ઘણા કેસ થયા છે, જેમાં કેટલાક કેસ ચાલી જતા મહાપાલિકાની તરફેણમાં ચુકાદા આવ્યા છે અને હજુ ઘણા કેસ પેન્ડિગ છે.
ભાવનગર મહાનગરપાલિકાના લીગલ વિભાગ હસ્તક નામદાર સુપ્રિમ કોર્ટ, નામદાર ગુજરાત હાઇકોર્ટ, નામદાર જીલ્લા/ સેશન્સ અદાલતો, નામદાર સીવીલ કોર્ટ, નામદાર કન્ઝયુમર કોર્ટ, નામદાર લેબર કોર્ટ, નામદાર ઔદ્યોગીક અદાલત વગેરે જેવી ન્યાયીક/અર્ધન્યાયીક સત્તાઓ સમક્ષ ભાવનગર મહાનગરપાલિકાને સંલગ્ન કેસો અંગે બચાવ/રજુઆતની કામગીરી કરવામાં આવે છે.