સેન્સેકસમાં 600 અંકનો કડાકો, 60000ની અંદર

0

[ad_1]

  • બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે 
  • સેન્સેકસના 30માંથી 17 શેરમાં તેજી અને બાકીના 13 શેર ઘટાડા સાથે ટ્રેડ 
  • અદાણી ગ્રૂપના શેરમાં ધબડકો

વૈશ્વિક બજારોમાંથી મિશ્રપ્રતિસાદ મળી રહ્યા છે. સપ્તાહના છેલ્લાં દિવસે બજારમાં વેચવાલી જોવા મળી રહી છે. સવારે 10.07 વાગ્યે સેન્સેકસ 628 અંકના કડાકા સાથે 59577 પર ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે નિફટી 172 અંકના કડાકા સાથે 17720 પર ટ્રેડ થઇ રહ્યો હતો. 

સવારે ખૂલતાની સાથે બજારની સ્થિતિ

બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 142 અંકના ઘટાડા સાથે 60063 પર ખૂલ્યો. નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 66 અંક ઘટીને 17825 પર ખૂલી. એશિયામાં તેજી સાથે કામકાજ થઇ રહ્યા છે. અમેરિકાના બજારો ગઇકાલે તેજી સાથે બંધ થયા હતા. ડાઉજોન્સમાં સતત પાંચ દિવસથી ઉછાળો જોવા મળ્યો હતો. ગઇકાલે ગણતંત્ર દિવસ પર સ્થાનિક શેર બજાર બંધ થયું હતું. આજે બજારમાં ટ્રેડિંગ માટે સંકેત કંઇ સ્પષ્ટ દેખાતા નથી.

અદાણી ગ્રૂપના શેરમાં મોટો ઘટાડો

અદાણી ગ્રૂપના શેરમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી વિલ્મરનો શેર 5 ટકા તૂટ્યો છે અને 516.85 રૂપિયા પર આવી ગયો. અદાણી પોર્ટસમાં અંદાજે 3 ટકા ઘટાડો આવ્યો છે અને 691.90 રૂપિયા પ્રતિ શેર ખૂલતાની સાથે ટ્રેડ થઇ રહ્યા હતા. અદાણી પાવરનો શેર 5 ટકા તૂટ્યો અને ભાવ રૂ.247 પર આવી ગયો. અદાણી એન્ટરપ્રાઇઝ જેનો આજે એફપીઓ આવ્યા છે તે 2.27 ટકા તૂટીને 3311.90 રૂપિયા પ્રતિશેર પર છે. અદાણી ટ્રાન્સમિશનના શેરમાં સૌથી વધુ 13.65 ટકા ઘટાડો આવ્યો અને 2174 પર ટ્રેડ કરી રહ્યો છે. આ શેરમાં ધડામ કરતો રૂ.343 તૂટી ગયો. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો શેર 10.07 ટકાના ઘટાડા બાદ 187 રૂપિયા ઘટીને 1670.65 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ

સેન્સેક્સ અને નિફ્ટીના શેર પર નજર કરીએ તો સેન્સેકસના 30માંથી 17 શેરમાં તેજી અને બાકીના 13 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય NSE નિફ્ટીના 50 માંથી 32 શેરમાં તેજી અને 16 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2 શેરો કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.

કયા સેકટરમાં તેજી અને મંદી

આજે ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પીએસયુ બેન્ક, મીડિયા, મેટલ, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સેકટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો શેર આજે જબરદસ્ત તેજી પર છે અને તેમાં 1.9 ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે.

બુધવારે શેરબજાર કડાકા સાથે બંધ રહ્યું હતું

બુધવારે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 773 પોઈન્ટ એટલે કે 1.27 ટકાના ઘટાડા સાથે 60205 ના સ્તર પર બંધ થયો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *