કેએલ રાહુલની કારકિર્દીના એ 6 વર્ષ જે તે ભૂલવા માંગે છે

0

[ad_1]

  • કેએલ રાહુલ તેની કારકિર્દીના ટોપ પર પહોંચ્યો
  • આથિયા શેટ્ટી સાથે જીવનની નવી સફર શરૂ કરશે
  • માંદગી-ઈજા-વિવાદ વચ્ચે સંઘર્ષ કરી ટીમમાં સ્થાન મજબૂત કર્યું 

કેએલ રાહુલ તેની કારકિર્દીની ઉંચાઈ પર છે. આ દરમિયાન તે પોતાના જીવનની નવી સફર પણ શરૂ કરી રહ્યો છે. આજે રાહુલ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે 7 ફેરા લેશે. તે આ ક્ષણને વધુ યાદગાર બનાવવા માંગે છે. પરંતુ તેના જીવનમાં 6 વર્ષ એવા છે જેને તે હંમેશ માટે ભૂલી જવા માંગે છે. કરિયરની વાત કરીએ તો તે 6 વર્ષમાં તે ખરાબ રીતે તૂટી ગયો હતો. આ 6 વર્ષ તેમના જીવનના સૌથી ખરાબ દિવસોમાં ગણવામાં આવે છે. એક સમયે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પછી તેના જીવન અને કારકિર્દીમાં વળાંક આવ્યો અને આજે તે જે તબક્કે છે, તે એક સમયે માત્ર એક સ્વપ્ન જ લાગતું હતું.

2014માં ડેબ્યુથી ભાવિ સુકાની સુધીની સફર

2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર રાહુલે ભારત માટે 45 ટેસ્ટ, 51 ODI અને 72 T20 મેચ રમી હતી. આજે તે ભારતીય ટીમનો મહત્વનો ભાગ બની ગયો છે. તેને ભાવિ સુકાની તરીકે પણ ગણવામાં આવી રહ્યો છે, પરંતુ એક સમયે તેની કારકિર્દી યોગ્ય રીતે શરૂ થાય તે પહેલા જ સમાપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. તેની કારકિર્દીની શરૂઆતથી જ રાહુલ પર ઈજાથી પરેશાન અહ્તો.

માંદગી-ઈજાના કારણે ગુમાવી સિરીઝ

2015માં માંદગીના કારણે તે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો અને ત્યારબાદ તે ઓગસ્ટ 2015માં ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો હતો. તે સમયે તે ડેન્ગ્યુ સામે લડી રહ્યો હતો. 2016માં ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા, તે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે બાકીની 2 ટેસ્ટ મેચ અને ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ઈંગ્લેન્ડના પ્રવાસમાં પણ તે 2 ટેસ્ટ રમી શક્યો નહોતો.

2017માં ઈજાના કારણે કારકિર્દી પર પ્રશ્નાર્થ

2016ની ઈજા બાદ 2017માં રાહુલને આવી ઈજા થઈ હતી, જેના કારણે તેની કારકિર્દી ખતમ થવાના આરે પહોંચી ગઈ હતી. IPL પહેલા તેને ખભામાં ઈજા થઈ હતી. ઈજાના કારણે રાહુલ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમી શક્યો ન હતો, જ્યાં ફાઇનલમાં ભારતને પાકિસ્તાને હરાવ્યું હતું. આ પછી રાહુલ સર્જરી માટે લંડન ગયો હતો. 2017માં જ ખભાની ઈજામાંથી સાજા થયા બાદ તે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો. તેણે 2 દિવસની પ્રેક્ટિસ મેચમાં અડધી સદી પણ ફટકારી હતી, પરંતુ સિરીઝની શરૂઆતની ટેસ્ટ પહેલા તેને તાવ આવી ગયો હતો.

ટેલિવિઝન શોમાં મહિલાઓ વિશે ટિપ્પણી બાદ વિવાદ

2019માં, BCCIએ એક ટેલિવિઝન શોમાં મહિલાઓ વિશે ટિપ્પણી કર્યા પછી તેના અને હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ તેમના જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો. દેશભરમાં તેની ટીકા થઈ હતી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં થયો ઈજાગ્રસ્ત

2021માં, રાહુલે વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી. જોકે, આ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેને કાંડામાં ઈજા થઈ હતી અને તે આ પ્રવાસમાં પ્રથમ 2 ટેસ્ટ રમી શક્યો ન હતો અને તેણે ફરીથી ભારત પરત ફરવું પડ્યું હતું.

T20 વર્લ્ડ કપ બાદ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો

IPL 2021 દરમિયાન તે પથરીના દર્દથી ઝઝૂમી રહ્યો હતો. ટૂર્નામેન્ટની વચ્ચે તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપ 2021 પછી, રાહુલ ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની 2 ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

2022નું વર્ષ ઉતાર-ચઢાવ વાળું રહ્યું

2022માં રાહુલને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીમિત ઓવરોની શ્રેણી માટે ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો હતો.

ફરીથી ટ્રેક પર આવી ગયો રાહુલ 

2022માં સાઉથ આફ્રિકા સામે 5 T20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા જ રાહુલ ફરી ઈજાગ્રસ્ત થયો હતો અને સમગ્ર સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. રાહુલના બહાર થયા બાદ ઋષભ પંતે કેપ્ટનશીપ સંભાળી અને આ સાથે જ રાહુલની તકો પણ ઓછી થવા લાગી. જો કે હવે તે ફરીથી ટ્રેક પર આવી ગયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *