ચીનમાં 5.9 તો કિર્ગિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, EMSCએ આપી માહિતી

0

[ad_1]

કિર્ગિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈ

અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી

Updated: Jan 30th, 2023

image :  Pixabay

બેજિંગ, તા.30 જાન્યુઆરી, 2023

ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા.  રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 મપાઈ હતી. યુરોપિયન-ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર (EMSC) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર EMSCએ જણાવ્યું કે ભૂકંપ સ્થાનિક સમયનુસાર 05:49 વાગ્યે આવ્યો હતો. જોકે ભૂકંપને કારણે લોકો ભયભીત થઈ ગયા છે પણ અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ ભૂકંપ શિનજિયાંગના અરલથી 111 કિ.મી. દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. જોકે કિર્ગિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈ હતી. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *