Tourism Industry : રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને ગતિશીલ બનાવીને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાના અભિગમ સાથે રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના કુલ 58 હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે ₹2268.93 કરોડ મંજૂર કર્યા છે.
આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે અને ‘વોકલ ફોર લોકલ’ ધ્યેય અંતર્ગત સ્થાનિક હસ્તકલા કારીગરીના અને ગૃહ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ થવાથી જે તે વિસ્તારના લોકોનું જીવન ધોરણ સુધરશે.
રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓની સર્કિટના વિકાસ દ્વારા આવા પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી અને સુલભતા વધારવાનો અભિગમ પણ રાખ્યો છે.