કમુરતા ઊતર્યા, હવે છ મહિનામાં 51 લગ્ન મુહૂર્ત

0

[ad_1]

  • 14 જાન્યુઆરીના શુક્રવારે મોડી સાંજે 8.46 વાગ્યે સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે ધનારક પૂરા
  • ગુરુના અસ્તને કારણે એપ્રિલ માસમાં એકેય મુહૂર્ત નહીં, જૂનમાં સૌથી વધારે 11 મુહૂર્ત
  • કમૂરતા પૂરા થવાની સાથે જ હવે લગ્નકાર્યોની ધૂમ જોવા મળશે

મકરસક્રાંતિએ સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થવાની સાથે જ ધનારક કમુરતા પૂર્ણ થયા છે. 14 જાન્યુઆરીના શુક્રવારે મોડી સાંજે 8.46 વાગ્યે સૂર્યદેવે મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. કમૂરતા પૂરા થવાની સાથે જ હવે લગ્નકાર્યોની ધૂમ જોવા મળશે. આગામી 6 માસમાં 51 લગ્નમૂહર્ત સાથે ઠેરઠેર લગ્નની શહેનાઇઓ ગૂંજશે. સૂર્યના ધન રાશિમાં ભ્રમણની સાથે જ ધનારક શરૂ થયા હોય હિન્દુ શાસ્ત્રો પ્રમાણે લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. શનિવારે સાંજે સૂર્યદેવે મકર રાશિમાં પ્રવેશ કરતા જ કમુરતા પૂરા થઇ ગયા હતા. પરંતુ ગ્રહોના સંયોગને પગલે 17 જાન્યુઆરીએ પહેલું લગ્નમુહૂર્ત છે. ત્યાર બાદ જૂનમાં પૂરા થતા લગ્નસરા સુધીમાં 51 મુહૂર્ત રહેશે. કમૂરતા ઉતર્યા બાદ પણ ગુરુના અસ્ત, હોળાષ્ટક અને મિનારક જેવી સ્થિતિમાં લગ્નો લેવાતા નથી. માર્ચ માસમાં મિનારક છે. એપ્રિલમાં ગુરુનો અસ્ત છે. 14 માર્ચના મંગળવારથી 14 એપ્રિલના શુક્રવાર સુધી મિનારક છે. 1 એપ્રિલના શનિવારથી 28 એપ્રિલના શુક્રવાર સુધી ગુરુદેવનો અસ્ત છે. 26 ફેબ્રુઆરીના રવિવારથી 6 માર્ચના સોમવાર સુધી હોળાષ્ટક રહેશે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગુરુ અને શુક્રનો અસ્ત થાય તે બન્ને યોગ દરમિયાન સામાન્યપણે લગ્નો લેવાતા નથી. સૂર્યદેવનું મીન રાશિમાં ભ્રમણ હોય ત્યારે મિનારક અને ધન રાશિમાં પ્રવેશ વેળાએ ધનારક કહેવામાં આવે છે.

જાન્યુઆરીમાં 7, ફેબ્રુઆરીમાં 9, મેમાં 18 અને જૂનમાં 11 મુહૂર્ત

લગ્નસરાની બાકી રહેલી સિઝનમાં જાન્યુઆરી માસમાં 7, ફેબ્રુઆરી માસમાં 9, માર્ચમાં 6, મેમાં 18 અને જૂનમાં 11 મુહૂર્ત છે. 29 જૂનના રોજ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની સિઝન પૂર્ણ થશે. ત્યાર બાદ ચાર માસના હિન્દુ ચાતુર્માસ પછી દેવઉઠી એકાદશીએ ફરીવાર નવી સિઝન શરૂ થશે. હાલમાં જાન્યુઆરી માસમાં 17, 18, 25, 26, 27, 28 અને 31 જાન્યુઆરીના રોજ, ફેબ્રુઆરીમાં 1, 6, 7, 10, 11, 14, 16, 22, 23ના રોજ, માર્ચ માસમાં 8, 9, 10, 11, 13, 14ના રોજ, મે માસમાં 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 21, 22, 27, 29, 30 અને 31 તારીખના રોજ, જૂન માસમાં 3, 6, 7, 8, 11, 12, 13, 23, 26, 27 અને 28 જૂનના રોજ મૂહર્ત છે. 29 જૂનના રોજ દેવપોઢી એકાદશી સાથે લગ્નસરા પૂર્ણ થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *