હાપા યાર્ડમાં 500 ગુણી મરચાંનો જથ્થો પલળી ગયો

0

[ad_1]


કમોસમી વરસાદને લીધે

કપાસ સહિતની અન્ય આવક બંધ હોવાથી વધુ નુકસાની થતી અટકી 

જામનગર:  જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં  પડેલા કમોસમી વરસાદને લઈને ૫૦૦ ગુણી જેટલો મરચા નો જથ્થો પલળી ગયો છે. જોકે કપાસ સહિતની અન્ય આવક બંધ કરાઈ હોવાથી નુકસાની થતી અટકી છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં હવામાન ખાતાની આગાહીના પગલે કપાસ સહિતનો અન્ય જથ્થો સલામત ખસેડીને રાખ્યો હતો, ઉપરાંત અન્ય કેટલીક જણસ ને શેડની નીચે રાખવામાં આવી હતી, પરંતુ જૂનો ૫૦૦ ગુણી જેટલો મરચા નો જથ્થો ખુલામાં પડયો હતો, ઉપરાંત અન્ય કેટલીક પરચુરણ બારદાન સહિતની સામગ્રી ખુલ્લામાં પડેલી હતી, જેના પર વરસાદી છાંટા પડતાં નુકસાની થઈ છે. 

 આજે સવારથી ભીનો થયેલો મરચા નો જથ્થો તથા અન્ય બારદાન વગેરે ખસેડવાની કામગીરી ચાલી રહી છે, જયારે શનિવારથી બંધ કરાયેલી જણશોની આયાત ને આજે સવારે પુનથ શરૂ કરવામાં આવી છે, અને નવી જણશ ની આવક થઈ રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *