Amreli Fake letter Scandal : સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપની આંતરિક જૂથબંધીનો ભોગ બનેલી પાટીદાર યુવતીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે આજે સોમવારે (13 જાન્યુઆરી) સુરતના વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી છે. હાલમાં સુરતના માનગઢ ચોકમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધરણા પ્રદર્શનના કાર્યક્રમ માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના 40થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.