Weight Loss: જો તમારે વજન ઘટાડવું હોય તો તે સરળ છે પરંતુ તેના માટે તમારે કેટલીક વસ્તુ ફોલો કરવી પડે છે. વજન ઘટાડવાની સૌથી મોટી ચાવી એ છે કે કેલરી ડેફિસિટમાં રહેવું એટલે કે શરીરની જરૂરિયાત કરતાં ઓછું ખાવું. તેનો અર્થ એ કે, જો તમે જેટલી કેલરી બર્ન કરી રહ્યાં છો તેના કરતાં ઓછી કેલરી ખાઈ રહ્યા છો તો તમારું વજન ઘટી જશે. આ ઉપરાત ફિઝિકલ એક્ટિવિટી, પૂરતી ઊંઘ અને પ્રોટીનનું સેવન પણ જરૂરી છે.
અમે તમને વજન ઘટાડવાની ઘણી ટિપ્સ આપી છે પરંતુ આજે અમે તમને એ બધા વજન ઘટાડનારા લોકોની જર્નીમાંથી કેટલીક સામાન્ય ટિપ્સ જણાવીશું જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.