Mahakumbh 2025 Special : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ તીર્થ કિનારે 13 જાન્યુઆરી, 2025થી શરુ થનારા મહાકુંભને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દેશભરના સાધુ-સંતોએ પ્રયાગરાજમાં પડાવ નાખવાનું શરુ કરી દીધું છે. આ સંતોમાંથી એક છે ગીતાનંદ ગિરીજી મહારાજ. ગીતાનંદ મહારાજની એક ખાસ વાત પર તેમના ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ગીતાનંદ ગિરી મહારાજે પોતાના શરીર પર 2.25 લાખથી વધુ રુદ્રાક્ષ ધારણ કર્યા છે.