Surat : સુરત શહેરના કેટલાક ઉદ્યોગો દ્વારા પાલિકાની ગટરમાં એસિડ અને કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાના કારણે પાલિકાના સેકન્ડરી પ્લાન્ટ ઉપરાંત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે જોખમ ઊભું થયું છે. ડ્રેનેજમાં કેમિકલવાળા પાણીના કારણે 40 એમ.એલ.ડી.નો પ્લાન બંધ કરવો પડ્યો છે. છેલ્લા ચારેક દિવસથી ચાલતી આ મથામણ અંગેની જાણ થતાં ડ્રેનેજ કમિટિના ચેરમેન દોડતા થયાં.