સુરતના હજીરાની કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર શ્રમિકોના સારવાર દરમિયાન મોત થયા છે જેમાં કાચુ લોખંડ બનાવવાના પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો અને તાત્કાલિક શ્રમિકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન મોત થયું છે,પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે અને કંપની વિરુદ્ધ નારા પણ લગાવ્યા છે.
બ્લાસ્ટમાં 4 કામદારોના મોત
સુરતના હજીરામાં કાચુ લોખંડ બનાવવાના પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 4 શ્રમિકો ગંભીર રીતે દાઝયા હતા અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન 4 શ્રમિકોના મોત થયા છે,લોખંડનું લિક્વીડ કામદારો પર પડતા આ ઘટના બની હતી તો બીજી તરફ,કંપની પર પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે કંપની તરફથી ઘટના બાદ 4-5 કલાક પછી જાણ કરવામાં આવી હતી જેને લઈ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવી દીધો છે.
પોલીસને પણ મોડી જાણ કરવામાં આવી
આ સમગ્ર ઘટનામાં પોલીસને પણ મોડી જાણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.પોલીસનું કહેવું છે કે ઘટનાના 1 કલાક બાદ જાણ કરવામાં આવી છે,હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.DNA રિપોર્ટ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપાશે અને હાલમાં તમામ શ્રમિકોનું પીએમ ચાલી રહ્યું છે સાથે સાથે પોલીસનું કહેવું છે કે,કંપનીમાં સેફ્ટીને લઇને તપાસ કરાશે અને જો ક્ષતિ સામે આવશે તો કંપનીના મેનેજર સામે પણ ગુનો નોંધવામાં આવશે.
આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે
આગ ટૂ યર પ્લેટફોર્મ પરથી શરૂ થઈ હતી અને લિફ્ટ સુધી પહોંચી હતી. આ આગના કારણે લિફ્ટમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા અને હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગ લાગવાની સ્થિતિ અંગે તપાસ શરૂ કરી હતી.સાથે સાથે ફાયર વિભાદ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી.