Surat Water Shortage : સુરત પાલિકાના અઠવા ઝોનમાં સમાવિષ્ટ આવેલા જળવિતરણ મથક ખાતે અંડરગ્રાઉન્ડ ટાંકીના એક્સપાન્સનની કામગીરી પૂર્ણતાને આરે છે. આ નવી બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ટાંકીનું હયાત અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે જોડાણની કામગીરી માટે 8 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. જેના કારણે ગુરુવારે અઠવા ઝોનના ચાર લાખ લોકોને પાણી પુરવઠો નહીં મળે આ ઉપરાંત શુક્રવાર 10 જાન્યુઆરીના રોજ પુરવઠો ઓછો પ્રેશરથી, ઓછા જથ્થામાં, નહીંવત માત્રમાં મળવાની શક્યતા રહેલી છે.
સુરત શહેરના વિસ્તાર અને વસ્તી વધવા સાથે પાલિકાએ પ્રાથમિક સુવિધા માટે કવાયત શરૂ કરી છે. લોકોને પૂરતી માત્રામાં પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા સાથે નેટવર્કનું કામ પણ શરૂ કર્યું છે.