સુરતમાં 4 બાળકોના શંકાસ્પદ મોત થયા હોવાની વાત સામે આવી છે,જેમાં ફૂડ પોઈઝનિંગના કારણે 4 બાળકના મોત થયા હોય તેવી પ્રાથમિક શંકા ડોકટરોને સેવી રહ્યાં છે,આઈસ્ક્રીમના કોન ખાધા બાદ તબિયત લથડી હતી અને તમામને ઝાડા-ઉલટી થયા હતા અને આ ઘટના બની છે.સચીન GIDC સ્થિત પાલી ગામે આ બનાવ બન્યો હતો અને સચીન GIDC પોલીસે તપાસ હાથધરી છે.
પોસ્ટમોર્ટમ બાદ સાચુ કારણ આવશે સામે
આ સમગ્ર ઘટનામાં ચાર બાળકોનું હાલમાં પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે,જેમાં સાચો રીપોર્ટ આવશે ત્યારબાદ કારણ જાણવા મળશે કે શેના કારણે મોત થયા છે,પરંતુ આઈસ્ક્રીમનો કોન ખાધો ત્યારબાદ મોત થયુ તેવી માહિતી માતા-પિતા પાસેથી મળી રહી છે,બાળકોને પ્રાથમિક સારવાર મળે તે પહેલા મોત થઈ ગયા છે,તો સુરત હોસ્પિટલનું તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
ખોરાક ક્યારે બગડે છે?
જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો
ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.
ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.
ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ સૌથી વધુ થાય છે
ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.