મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રોકડ રકમનો જથ્થો મળવાનું યથાવત છે. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી પોલીસે ફરી 4 કરોડ 25 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.
ચૂંટણીને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા
ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના પાલઘર જિલ્લામાં દાદરા નગર હવેલી અને દમણની સરહદો પર નાકાબંધી કરી દેવામાં આવી છે. આ નાકાબંધીમાં કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ રોકડ એક વાનમાં લાવવામાં આવી રહી હતી અને વાન ચાલક પાસે રોકડ અંગે કોઈ પુરાવા ન હોવાથી તેને જપ્ત કરી લેવામાં આવી હતી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે રોકડ કોણે અને શા માટે મોકલી? પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ ગેરકાયદેસર રીતે ચૂંટણીમાં વાપરવા માટે મોકલવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના અઠવાડિયા જ બાકી રહ્યા છે, ત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ છે. તેથી, પોલીસ મહારાષ્ટ્રના રસ્તાઓ અને શેરીઓ પર બાજ નજર રાખી રહી છે. આચારસંહિતા દરમિયાન ચૂંટણી પંચની ટીમ, પોલીસ અને આવકવેરા વિભાગની ટીમ ગેરકાયદે નાણાં ધરાવનારાઓ લોકો પર ચાંપતી નજર રાખી રહી છે.
22 ઓક્ટોબરે 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા 22 ઓક્ટોબરે પૂણેના ખેડ-શિવપુર વિસ્તારમાં એક કારમાંથી લગભગ 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. રાજગઢ પોલીસને માહિતી મળી હતી કે પૂણે સતારા રોડ પર એક વાહનમાં રોકડ લઈ જવામાં આવી રહી છે અને તેને લઈને પોલીસે ખેડ-શિવપુર ટોલ બૂથ પર છટકું ગોઠવ્યું હતું અને સાંજે 6 વાગ્યાની આસપાસ ટોલ બૂથ પર શંકાસ્પદ વાહન પકડ્યું હતું અને તેમાં રોકડ રકમ મળી આવી હતી.
24 ઓક્ટોબરે 25 લાખ રોકડા મળ્યા હતા
આ જ પ્રકારે 24 ઓક્ટોબરના રોજ પણ લોકસભા ચૂંટણીની આચારસંહિતા હેઠળ પૂણે અને પિંપરી ચિંચવડમાં ગેરકાયદેસર નાણાં વહન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પિંપરી ચિંચવડમાં 25 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. અગાઉ પૂણે શહેરના શનિવારવાડ પાસે 3 લાખ 80 હજાર રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.