જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડથી વડોદરા સેન્ટરનાં 39,810 ઉમેદવારોની મહેનત વ્યર્થ!

0

[ad_1]

  • પ્રશ્નપત્રોનો સ્ટ્રોંગ રૂમ ખુલે તે પહેલા જ જુનિયર ક્લાર્કની પરીક્ષા મોતની જાહેરાત
  • કારેલીબાગની સરદાર વિનય મંદિર શાળામાં ગઈકાલે બપોરે પ્રશ્નપત્રો આવ્યા હતાં
  • ભરૂચ, છોટાઉદેપુર, અંક્લેશ્વર, સાવલી અને પાદરાના ઉમેદવારનો ફેરો ફોગટ બન્યો

વડોદરા શહેર અને જિલ્લાનાં 119 કેન્દ્રોમાં જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 36,810 ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ભરૂચ,છોટાઉદેપુર, અંકલેશ્વર, સાવલી અને પાદરાના ઉમેદવારોનો ફેરો ફોગટ બન્યો હતો.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે રવિવારે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે શહેર અને જિલ્લામાં 119 કેન્દ્ર અને 1227 બ્લોક ખાતે 39,810 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જોકે, પેપર લીક થવાથી તમામ ઉમેદવારોની મહેનત વ્યર્થ ગઈ છે. આ પરીક્ષા માટે કારેલીબાગ વિસ્તારની સરદાર વિનય મંદિર શાળા ખાતે બે સ્ટ્રોંગ રૂમ બનાવાયા હતા. ગઈકાલે બપોરે ગાંધીનગરથી પ્રશ્નપત્રો અને OMR સિટનો જથ્થો સ્ટ્રોંગ રૂમમાં મુકાયા હતાં. દરમિયાન ગઈકાલે મોડી રાતે પેપર લીકની ઘટના સપાટી પર આવી હતી. સવારે 9-30 કલાકે ડીડીઓ અને ચીફ કોર્ડિનેટર રાજેન્દ્ર પટેલને પરીક્ષા મોકુફ કરાઈ હોવાની સત્તાવાર જાણ ગાંધીનગરથી કરાઈ હતી. સ્ટ્રોંગ રૂમ ખુલે અને પેપરનું વિતરણ થાય તે પહેલાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકુફ કરાઈ હતી.

છેલ્લા 28 દિવસથી રોજ 10 કલાકનું વાંચન કર્યું

સાવલીથી જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવાર તુષાર પ્રજાપતિઈ જણાવ્યું હતું કે હું ગત રાતે 12 વાગે સૂઈ વધી અને મળસ્ટ 3 વાગે વાંચવા ઉઠયો હતો. વહેલી સવારે છ વાગે શ થઈને મંદિર ગયી હતી. ત્યારબાદ બાઇક લઇને સાવલીથી અલકાપુરી બરોડા હાઇસ્કુલ જવા નિકળ્યો હતો. વનની ચિંગે સતત વાગતા દુમાડ પાસે ઊભો રહી હતી. મારા ભાઇએ ફોન પર પેપર લીકને કાળી પીવા મોકુ થઈ હોવાની જાણ થઇ હતી. કે 100 નતે ખાતરી કરી હતી. 8 વર્ષથી મહેનત કરતો હતો. 28 દિવસથી હું રોજ 10 ક્લાકનું વચન કરતો હતો. ઉપર કોની પરનાની કારી મારી મફત માથે પડી છે. આ પરીક્ષા માટે મે ગત મીડિએન્ટ આસિ. પ્રોગામ ઓફિસર તરીકે કારની નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.

એક તબક્કે અફવા લાગતા અમે ખરાઈ કરાવી હતી

જુનિયર ક્લાર્ક પરીક્ષાની બે વિદ્યાર્થીની ઉમેદવારો શૈલી ભોંસલે અને સાક્ષી ભોંસલેઈ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે અમે બંને બહેનો સરકારી નોકરી મેળવવા માટે પરીશાની તૈયારી બે વર્ષથી કરીયે છીએ. જુનિ. ક્લાર્કની પરીક્ષા ઝહેર થયા બાદ અમે સતત મહેનત કરી હતી. આજે વહેલી સવારે પેપર લીક થવાને કારણે પરીક્ષા મોકુફ થયાનો મેસેજ મળ્યો ત્યારે એક તબક્કે વિશ્વાસ આવ્યો ન હતો. મારું કેન્દ્ર ડભોઈ અને મારી બહેન સાક્ષીનું કેન્દ્ર વડોદરા હતું. અફવા હોવાનું લાગતા અમે સેન્ટર પર ફોન કરી ખરાઈ કરી હતી. આ ઘટનાથી અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે.

મહેનત કરનાર ઉમેદવારો સાથે અન્યાય થયો છે

મેવલી ગામના ઉમેદવાર મિતુલ ચૌહાણે જણાવ્યું હતું કે હું શિક્ષક તરીકે ખાનગી નોકરી કરું છું. સરકારી નોકરી માટે હું મહેનત કરી રહયો છે. પેપર લીકની ઘટનાને પગલે મહેનત કરનારા માસ સહિતના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. આજે હું ઘરેથી સવારે પરીક્ષા આપવા આજવા રોડની શિવમ વિદ્યાલયમાં જવાની તૈયારી કરતો હતો. દરમિયાન સમાચાર માધ્યમોથી પરીક્ષા મોકુફ થઈ હોવાની જાણ થઈ હતી. પેપર લીક કરનારા સામે સરકાર કટક કાર્યવાહી કરવી જોઈએ.

પેપર લીક કરનારાઓને ફાંસીની સજી આપવી જોઇએ

ઉમેદવાર પ્રેયાંશ પુરોહિતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પેપર લીક થવાને કારણે પરીક્ષા મોકુફ પતા ગુસ્સો આવ્યો હતો. હવે પેપર લીક થવાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહયું છે. પેપર લીક કરનારાઓને કાંસાની ચળ આપવી જોઈએ. તેઓના પાડે ૫થી 20 લાખ ઉમેદવારોની મહેનત ખાડે ગઈ છે.

સવારે 7 વાગે પરીક્ષા આપવા ડભોઇ પહોંચ્યો હતો

અંકલેશ્વરથી જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવાર સંદીપએ જણાવ્યું હતું કે મારો નંબર 100 કિમી દુર ડભોઈમાં હતો. હું રાતે બે વાગે પેપર આપવા માટે ઘરેથી નીકળ્યો હતા. હું સવારે સાત વાગે શાળાએ પહોંચ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *