10 ટકા વ્યાજે લીધેલી રકમ સામે 36 લાખ અને મકાન પડાવ્યું છતાં 20 લાખની ઉઘરાણી

0

[ad_1]

Updated: Jan 18th, 2023


– મજુસરના વ્યાજખોર પિતા અને બે પુત્રો સામે ફરિયાદ

વડોદરા,તા.18 જાન્યુઆરી 2023,બુધવાર

વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં ડી માર્ટ પાસે લક્ષ એવન્યુમાં રહેતા તેમજ ડ્રાઇવિંગ કરતા મૂળ મંજુસરના શૈલેષ પરસોત્તમ પટેલે કોવિડ મહામારી દરમિયાન માર્ચ 2020 થી ઓક્ટોબર 2020 દરમિયાન મંજુસરમાં રહેતા દિપક અંબાલાલ શર્મા અને તેના બે પુત્રો હિતેશ તેમજ કુલદીપ પાસેથી રૂપિયા પાંચ લાખ દસ ટકા વ્યાજ પેટે લીધા હતા. વ્યાજે આપેલી આ રકમ સામે પિતા અને પુત્રોએ વ્યાજનું વ્યાજ ગણી વધારાના રૂપિયા 36 લાખ રૂપિયા વસૂલ્યા હતા અને હજી પણ બળજબરીથી રૂપિયા 20 લાખની માંગણી કરતા હતા. શૈલેષ પટેલે આપવાની ના પાડતા પિતા અને પુત્રોએ મારી નાખવાની ધમકી આપી શૈલેષના મકાનનો દસ્તાવેજ કરી પચાવી પાડ્યું હતું. ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *