– બન્ને જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં 8 ફરિયાદ નોંધાઈ
– ભાવનગર શહેરમાં જુગારના ત્રણ બનાવો સહિત કુલ 8 બનાવોમાં 70 હજારથી વધુનો મદ્દામાલ જપ્ત
ભાવનગર : ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત બોટાદ અને ધંધુકા પંથકમાં જુગારના અલગ અલગ ૮ બનાવોમાં પોલીસે કુલ ૩૪ જુગારીઓને ઝડપી પાડયા છે જ્યારે બે જુગારીઓ ફરાર બન્યા છે. બનાવ અંગે પોલીસે કુલ રૂ.૭૦,૦૭૦નો મદ્દામાલ કબ્જે લઈ જુદાં-જુદાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.