નવા વર્ષના આરંભે ખાદ્ય તેલની આયાતમાં 30 ટકા ઉછાળો

0

[ad_1]

  • નવે.-ડિસે. 2022માં દેશમાં ખાદ્ય તેલોની આયાત 31.11 લાખ ટન થઈ
  • સોફ્ટ ઓઈલ્સનો હિસ્સો ગયા વર્ષના 53 ટકા પરથી ઘટી 27 ટકા જોવા મળ્યો
  • ગયા વર્ષે સમાનગાળામાં દેશમાં 24 લાખ ટન ખાદ્ય તેલ આયાત જોવા મળી

દેશમાં નવા ખાદ્ય તેલ વર્ષ(નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023)ના શરૂઆતી બે મહિના દરમિયાન આયાતમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ખાદ્ય તેલોની આયાત 30 ટકા વધી 31.11 લાખ ટન પર રહી હતી. જેને કારણે કેલેન્ડર 2023ની શરૂઆતમાં પોર્ટ ખાતે વિક્રમી ઈન્વેન્ટરી જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં દેશમાં 24 લાખ ટન ખાદ્ય તેલ આયાત જોવા મળી હતી.

સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશ ઓફ્ ઈન્ડિયાના ડેટા મુજબ ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં ખાદ્ય તેલોની આયાત 30.84 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 23.55 લાખ ટન પર હતી. જ્યારે અખાદ્ય તેલની આયાત 27,129 ટન પર હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 44,747 ટન પર હતી. 1 જાન્યુઆરી 2023ના રોજ દેશના પોર્ટ ખાતે ખાદ્ય તેલનો જથ્થો 8.92 લાખ ટનની વિક્રમી સપાટી પર હતો. પાઇપલાઇનમાં હોય તેવા સ્ટોકને પણ ગણનામાં લઈએ તો 1 ડિસેમ્બરે 27.72 લાખ ટનની સરખામણીમાં જાન્યુઆરીની શરૂમાં 32.23 લાખ ટનનો સ્ટોક જોવા મળ્યો હતો. ક્રૂડ પામ તેલ તથા રિફાઈન્ડ પામોલીન, બંનેની આયાતમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. પામ ઓઈલ અને સોફ્ટ ઓઈલ વચ્ચે 350-400 ડોલર પ્રતિ ટનના મોટા ગેપને કારણે આમ બન્યું હતું એમ વર્તુળો જણાવે છે. પ્રથમ બે મહિનામાં 4.58 લાખ ટન રિફઈન્ડ પામતેલની આયાત જોવા મળી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 82,267 ટનની સરખામણીમાં પાંચ ગણી વૃદ્ધિ દર્શાવે છે. વનસ્પતિ તેલની કુલ આયાતમાં રિફઈન્ડ ઓઈલનો હિસ્સો વધીને 15 ટકા જળવાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં માત્ર 3 ટકા પર હતો.

ક્રૂડ ઓઈલની આયાત પણ વધીને 26.25 લાખ ટન પર પહોંચી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 22.73 લાખ ટન પર હતી. જોકે ક્રૂડ તેલનો હિસ્સો ઘટીને કુલ આયાતના 85 ટકા રહ્યો હતો. ગયા વર્ષે તે 97 ટકા પર હતો. પામ તેલની વાત કરીએ તો નવે.-ડિસે. દરમિયાન પામ તેલ ઈમ્પોર્ટ્સ ગયા વર્ષની 11.05 લાખ ટનની સપાટીએથી વધી 22.50 લાખ ટન પર જોવા મળી હતી. જ્યારે સોફ્ટ ઓઈલ જેવા કે સનફ્લાવર ઓઈલ્સની આયાત ગયા વર્ષના 12.50 લાખ ટન પરથી ઘટી 8.33 લાખ ટન રહી હતી. કુલ ખાદ્ય તેલની આયાતમાં પામતેલનો હિસ્સો ગયા વર્ષના 47 ટકા પરથી વધી 73 ટકા રહ્યો હતો. જ્યારે સોફ્ટ ઓઈલ્સનો હિસ્સો ગયા વર્ષના 53 ટકા પરથી ઘટી 27 ટકા જોવા મળ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *