Healthy summer drinks: મે મહિનો હવે શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગરમીએ પોતાનું પ્રચંડ રૂપ ધારણ કરી લીધુ છે. કાળઝાળ ગરમી અને લૂ ના કારણે જીવન દયનીય બની ગયું છે. ઉનાળાના દિવસોમાં ફૂંકાતા ગરમ પવનને લૂ અથવા હીટવેવ (Heat wave) કહેવામાં આવે છે. લૂ દરેક માટે ખૂબ જ ખતરનાક હોય છે. ઘણી વખત લૂ ના કારણે ઉલ્ટી, ઝાડા, ચક્કર, ડિહાઈડ્રેશન, બેભાન થવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.