અમદાવાદમાં નિવૃત્ત DYSPના વ્યાજખોર પુત્ર સાથે 3 લોકોની ધરપકડ

0

[ad_1]

  • ફરિયાદી પાસેથી 10થી 40 ટકા વ્યાજ વસૂલ્યું
  • 3.78 કરોડની સામે 9.95 કરોડની કરી વસુલાત
  • ફરિયાદીના પ્લોટ, દુકાન અને મકાન પડાવ્યું

અમદાવાદમાં નિવૃત્ત DYSPના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ફરિયાદી પાસેથી 10થી 40 ટકા વ્યાજ વસૂલ્યું હતુ. તેમજ 3.78 કરોડની સામે 9.95 કરોડની વસુલાત કરવામાં આવી છે. તથા ફરિયાદીના પ્લોટ, દુકાન અને મકાન પડાવ્યું છે. અને ધમકી અને વ્યાજ વસૂલનારની ધરપકડ કરવામાં આવી છે.

હેલ્થકેર કંપનીના CEO અને શેફની ધરપકડ
આર્થિક ગુના નિવારણ શાખાએ 3 આરોપી ઝડપ્યા છે. તેમજ રાઈસમીલના માલિકને ધમકી અપાઈ હતી. તેમાં રાઈસમીલના માલિકને ધમકી આપી વ્યાજ વસુલનારની ધરપકડ કરવામાં આવી છે. તેમજ નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર, હેલ્થકેર કંપનીના CEO અને શેફની ધરપકડ કરવામાં આવી છે. વ્હાઈટ કોલર વ્યાજખોર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. તથા શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ અન્ય એક આરોપી ફરાર છે.

બોપલ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી

અમદાવાદમાં કરોડોના વ્યાજની ઉઘરાણીની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં બે વ્યાજખોરોએ 2.50 કરોડની સામે 12 કરોડ વસૂલ્યા છે. તથા વ્યાજખોરોએ ગાડી અને મકાન પડાવી ધમકી આપી છે. જેમાં અઠવાડિક 4 ટકાના વ્યાજની વસૂલાત થતી હતી. તેમાં 8 દુકાનો અને પેન્ટ હાઉસ વ્યાજખોરોએ પડાવ્યા છે. તથા નંદકિશોર રાઠોડ અને અસિત શાહ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં બોપલ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *