3.06 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી બિલ્ડરને એક વર્ષની કેદ

0


આરોપી બિલ્ડરના પ્રોજેક્ટમાં 21 ફ્લેટ ધારકોને લોન કરાવી આપનાર લોન કન્સલટન્ટને કમીશન પેટે ચેક આપેલા હતા

Updated: Jan 23rd, 2023


સુરત

આરોપી બિલ્ડરના પ્રોજેક્ટમાં 21 ફ્લેટ ધારકોને લોન કરાવી આપનાર લોન કન્સલટન્ટને કમીશન પેટે ચેક આપેલા હતા

કડોદરા
બાંધકામ પ્રોજેક્ટમાં ફ્લેટ ધારકોને ૨૧ કરાવી આપનાર લોન કન્સલ્ટંટને કમીશન પેટે
આપેલા
3.06 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી બિલ્ડરને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ
મેજીસ્ટ્રેટ મયુરકુમાર ડી.બ્રહ્મભટ્ટે દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે.

મોટા
વરાછા ખાતે પ્લેટીનમ હાઈટ્સમાં રહેતા ફરિયાદી લોન કન્સલ્ટંટ ભદ્રેશ હિંમતભાઈ તેજાણીને
નવેમ્બર-
2019માં આરોપી બિલ્ડર અશોક ગોવિંદ હીરપરા (રે.મમતા પાર્ક સોસાયટી,વરાછા)એ પોતાના કડોદરા સ્થિત બ્લોસમ પાર્ક બાંધકામ પ્રોજેક્ટમાં ફ્લેટ
ખરીદનારને લોન કરાવી આપવાની જવાબદારી સોંપી હતી.જેથી ફરિયાદીએ આરોપીના પ્રોજેકટમાં
ફ્લેટ ખરીદનારને અલગ અલગ બેંકમાંથી
21 જેટલી લોન અપાવી
હતી.જેની ફી પેટે ફરિયાદીને આરોપી બિલ્ડર અશોક હીરપરાએ આપેલા
3.06 લાખના ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

સુનાવણીમાં
બચાવપક્ષે ચેકનો દુરુપ્યોગ થયાનો બચાવી લીધો હતો. ફરિયાદપક્ષે ચેક કાયદેસરના લેણા હોવાનું
પુરવાર કરાતા કોર્ટે આરોપીને કેદ
,
લેણી રકમ 60 દિવસમાં ફરિયાદીને ન ચૂકવે તો વધુ
એક માસની કેદની સજા ફટકારી હતી.અલબત્ત આરોપી કોર્ટમાં હાજર ન હોઈ સજાના અમલ માટે કોર્ટે
આરોપી વિરુધ્ધ બિનજામીનલાયક વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

jjSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *