મ્યુનિસિપલ તંત્ર એકશનમાં સાત ઝોનમાં પ્રોપર્ટીટેકસ વસૂલવા ૨૯૦ મિલકત મ્યુનિ.દ્વારા સીલ કરાઈ

0

[ad_1]

પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૭૮ મિલકત સીલ,૩.૪૧ કરોડની વસૂલાત કરાઈ

Updated: Jan 18th, 2023

       

 અમદાવાદ,બુધવાર, 18 જાન્યુ,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર બાકી પ્રોપર્ટી ટેકસની
વસૂલાત મામલે એકશનમાં આવ્યુ છે.પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૭૮ મિલકત સાથે સાત ઝોનમાં
૨૯૦ મિલકત સીલ કરી રુપિયા ૩.૪૧ કરોડની વસૂલાત કરાઈ છે.

બુધવારે શહેરના મધ્યઝોનમાં ગુજરાત જીનીંગ,ડફનાળા વિસ્તારની
૫૪ મિલકત
,ઉત્તરઝોનના
વિવિધ વિસ્તારમાં ૪૯ મિલકત સીલ કરાઈ હતી.દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારમાં ૪૦ જયારે
સૌથી વધુ પૂર્વ ઝોનમા આવેલા વિસ્તારોમાં ૭૮ જેટલી મિલકત સીલ કરવામાં આવી
હતી.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના કહેવા પ્રમાણે
,દક્ષિણ-પશ્ચિમ
ઝોન વિસ્તારમાં પ્રોપર્ટીટેકસના બિલોની વહેંચણી કરવામા આવી રહી હોવાથી કોઈ મિલકત
સીલ કરવામા આવી નથી.પશ્ચિમ ઝોનમાં ૨૧ મિલકત સીલ કરવામા આવી હતી.જેમાં સાબર એવન્યુ
,નવરંગપુરા, સિમંધર,ચાંદખેડા,કુંજન કોમ્પલેકસ,નવરંગપુરા,અભીશ્રી એવન્યુ,આંબાવાડી,પીપલેશ્વર
સોસાયટી
,ચેનપુર
સહિતની મિલકતનો સમાવેશ થાય છે.પશ્ચિમના વિસ્તારમાં બાકી કરદાતાઓની મિલકત સીલ કરવા
સામે મ્યુનિ.તંત્રને રુપિયા ૧.૧૯ કરોડની આવક થવા પામી હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનના
વિવિધ વિસ્તારમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ૪૮ મિલકત સીલ કરાઈ હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *