પાદરાના મુવાલ ખાતે રોજગાર મેળામાં 235 યુવાનોને નોકરીની તકો મળી

0

[ad_1]

  • રોજગાર કચેરી દ્વારા યોજાયો ઔધોગિક રોજગાર ભરતી મેળો
  • સ્વરોજગાર શિબિરમાં વડોદરા શહેરના 18 નોકરીદાતા આવ્યા
  • 17 જાન્યુઆરીએ દશરથ ITI ખાતે યોજાશે વધુ એક ભરતી મેળો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ખાતે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા તાલુકા કક્ષાનો મેગા ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો હતો.જેમાં 235 યુવાનોને નોકરીની તકો અપાઈ હતી.

મુવાલ ખાતે તાલુકા કક્ષાના મેગા રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર શિબિરમાં વડોદરા શહેરના 18 નોકરીદાતા આવ્યા હતા. તેમજ 18 થી 35 ઉંમર ધરાવતા અને 12 પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ અને માસ્ટર લાયકાત ધરાવતા 930 જેટલી ટેકનીકલ – નોન ટેકનીકલ જગ્યા માટે 650થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ આપ્યો હતો. જે પૈકી 235 ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરાઈ હતી અને રૂ. 9000 થી રૂ.20 હજાર સુધીના પગારની ઓફર કરાઈ હતી.

હવે આગામી તા.17મીના સવારે 9-30 કલાકે દશરથ આઈટીઆઈ ખાતે ભરતી મેળો થશે. જેમાં 700 થી વધુ જગ્યા અને 20 થી વધુ કંપનીઓ હાજર રહેશે. ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને બે પાસપોર્ટ ફોટો સાથે રાખવુ પડશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *