રાજકોટમાં રસ્તા ઉપર રખડતા 235 ઢોર પાંજરે પુરાયા

0

[ad_1]

  • મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા કાર્યવાહી કરાઈ
  • અલગ અલગ વિસ્તારોમાંથી રખડતા ઢોર પાંજરે પુરાયા
  • રાજ્ય સરકારના આદેશને લઈને કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 02/01/2023થી તા. 08/01/2023 દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ 235 પશુઓ પકડવામાં આવ્યા હતા. 

રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. 02/01/2023થી તા. 08/01/2023 દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો આડો પેડક રોડ, મોરબી રોડ, રામાણી પાર્ક, વાલ્મીકી આવાસ પાસે, પેડક રોડ, ગુજરાત સોસાયટી મેઈન રોડ, શ્રીરામ સોસાયટી, નરસિંહનગર, શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, આવાસ યોજના ક્વાર્ટર્સ, ન્યુ શક્તિ સોસાયટી, ઠાકર ચોક, જય જવાન જય કિશાન ચોક, પચ્ચીસ વારીયા ક્વાર્ટર્સ, સેટેલાઈટ ચોક તથા આજુબાજુમાંથી 22 પશુઓ, રૈયાધાર મેઈન રોડ, ગોપાલ ચોક, યુનિવર્સીટી રોડ, સરિતા વિહાર, ભીડભંજન, નટરાજનગર, કિડવાઈનગર, રૈયા રોડ, પુષ્કરધામ મેઈન રોડ, શાસ્ત્રીનગર, સૌરાષ્ટ્ર કર્મચારી સોસાયટી મારવાડી સોસાયટી, જનકપુરી મેઈન રોડ, ધરમનગર ક્વાર્ટર્સ, મીરાનગર, સાધુવાસવાણી રોડ તથા આજુબાજુમાંથી 25 પશુઓને પાંજરે પૂર્યા હતા. 

આ સિવાય ઢોર પકડ પાર્ટીએ મનહરપુર, જામનગર રોડ, મારુતીનંદન સોસાયટી, જામનગર રોડ, શાંતીનિકેતન, છોટુનગર, રામાપીર ચોકડી, ઘનશ્યામ નગર, નંદી પાર્ક, ઈન્દ્રપ્રસ્થ નગર, સ્લમ ક્વાર્ટર્સ, રૈયાધાર ગાર્બેજ તથા આજુબાજુમાંથી 37 પશુઓ, ભારતીનગર મેઈન રોડ, ગૌતમનગર, શિવાજી પાર્ક, એરપોર્ટ રોડ, જંકશન પ્લોટ મેઈન રોડ, રેલનગર મેઈન રોડ, જામનગર મેઈન રોડ, કોપરસીટી, પુનીતનગર, બજરંગવાડી મેઈન રોડ, પવન પાર્ક, શિવાજીપર્ક, જીવંતીકા પાર્ક, પોપટપરા, જંકશન પ્લોટ તથા આજુબાજુમાંથી 13 પશુઓ, કોઠારિયા સોલવન્ટ, કોઠારિયા રોડ, શિવધારા જડેશ્વર સોસાયટી, કોઠારિયા સોલવન્ટ, કોઠારિયા ગામ મેઈન રોડ, હરીદ્વાર સોસાયટી, ઋષિ પાર્ક, કોઠારિયા સર્વિસ રોડ, રણુજા મંદિર સામે, સ્વાતી પાર્ક, રસુલપરા, ઝમઝમ ચોક, રવેચી ચોક, વાવડી મેઈન રોડ, ગણેશનગર તથા આજુબાજુમાંથી 57 પશુઓ, શિવધાર સોસાયટી, દ્વારકા ચોક, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, જય જવાન જય કિશાન ચોક, પચ્ચીસ વારીયા ક્વાર્ટર્સ, સેટેલાઈટ ચોક, રાધામીરા ચોક, માર્કેટીંગ યાર્ડ પાસે, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, નરસિંહનગર, નવાગામ ક્વાર્ટર્સ તથા આજુબાજુમાંથી 22 પશુઓ, દેવપરા, સહકાર રોડ, મારુતીનગર, સર્વોદય સોસાયટી, નાળોદાનગર, જમનાનગર, ભક્તિનગર સર્કલ તથા આજુબાજુમાંથી 11 પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 235 પશુઓ પકડવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તે રખડતા ઢોરને લીધે અનેક દુર્ઘટનાઓ થતી રહેતી હોય છે. જેને લઈને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. રસ્તે રખડતા ધોરણો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો અને હાઈકોર્ટે રસ્તે રખડતા ઢોરની સમસ્યાને લઈને તાબડતોબ કોઈ નિરાકરણ લાવવા માટે આદેશ આપ્યો હતો. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *