24.1 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, નવેમ્બર 6, 2024
24.1 C
Surat
બુધવાર, નવેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાત15 માં કુલપતિ બનવા 23 મૂરતિયાની દાવેદારી, કાલે સર્ચની બેઠક 'નિર્ણાયક' રહેવાના...

15 માં કુલપતિ બનવા 23 મૂરતિયાની દાવેદારી, કાલે સર્ચની બેઠક ‘નિર્ણાયક’ રહેવાના એંધાણ | 23 Murtia candidature to become Chancellor in 15 search meeting tomorrow expected to be ‘decisive’



– પદ મેળવવા જાણિતા ચહેરા, નામી દાવેદારોનું લોબિંગ, કેટલાક સમાજના શરણે આવ્યા 

– મ.કૃ.ભાવ. યુનિ.ના એકથી વધુ પૂર્વ કુલપતિ સહિત સ્થાનિક શિક્ષણવિદ્દો તથા અન્ય એક યુનિ.ના વર્તમાન કુલપતિ સહિતનાએ અરજી કર્યાની કેમ્પસમાં ભારે ચર્ચા 

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૧૫માં કુલપતિ બનવા માટે ૨૩ મૂરતિયાએ દાવેદારી નોંધાવી છે. યુનિવર્સિટીના મહત્વના આ પદ પર લાયક શિક્ષણવિદ્દની પસંદગી માટે રચાયેલી સર્ચ કમિટીની આગામી તા.૨૮ના રોજ બેઠક મળશે. આ બેઠક નિર્ણાયક રહેનાર હોવાનું મનાય રહ્યું છે. બીજી તરફ, આ બેઠક પૂર્વે દાવેદારોએ પદ મેળવવા સર્ચ કમિટી દ્વારા પસંદ થતાં ત્રણ નામોમાં સમાવિષ્ટ થવા એડીચોટીનું જોર શરૂ કર્યું છે. 

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ૧૫માં કુલપતિની પસંદગી માટે તાજેતરમાં જ સર્ચ કમિટીની સૂચનાના પગલે દાવેદારો પાસેથી નિયમ ફોર્મેટમાં ે ઓનલાઈન અને ઓફલાઈન એમ બે પ્રકારે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં દાવેદારે યુનિ.ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઈન વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, સંશોધન સહિતના જરૂરી આધાર-પૂરાવા સાથેની અરજી તા.૨૧ ઓકટોબર સુધીમાં સબમિટ કરાવવાની હતી. બાદમાં ઓનલાઈન અરજી સમયે જોડેલાં આધાર-પૂરાવા તથા દસ્તાવેજોની ફિઝિકલ કોપી તા. ૨૬ ઓકટોબર સુધીમાં યુનિ. ખાતે ઓફલાઈન જમા કરાવનાર દાવેદારોને આ પદની દાવેદારી માટે લાયક ગણવામાં આવ્યા હતા.  ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ ૨૧ ઓકટોબર હતી જયારે, ઓફલાઈન અરજી  સ્વીકારવાની મુદ્દત પણ આજે પૂર્ણ થતાં યુનિ.ને આ પદ માટે કુલ ૨૩ અરજીઓ મળી હતી. જેમાં સ્થાનિક સહિત રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટી અને ત્રણથી વધુ રાજ્ય બહારના પ્રાધ્યાપક, આચાર્ય, ડાયરેકટર, ભાવ.યુનિ.ના એકથી વધુ પૂર્વ કુલપતિે, અન્ય યુનિ.ના વર્તમાન કુલપતિ સહિત ૨૩ દાવેદારોએ આ પદ માટે  દાવેદારી નોંધાવી હોવાની કેમ્પસમાં ચર્ચા છે. દરમિયાનમાં અરજી સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થતાં જ સર્ચ કમિટી સક્રિય બની છે. અને દાવેદારોની અરજીના સ્ક્રૂટિનીથી લઈ પસંદગી સુધીની દિશામાં કાર્યવાહી ઝડપી બનાવી હોવાનું જાણવા મળેલ છે. સૂત્રોના જણાવ્યાનુંસાર, આગામી તા.૨૮ને સોમવારે  અમદાવાદ ખાતે સર્ચ કમિટીના ચેરમેનના અધ્યક્ષસ્થાને મ.કૃ.ભાવ. યુનિ.ના ૧૫માં કુલપતિની પસંદગી અર્થે રચાયેલી વધુ એક નવનિયુક્ત સર્ચ કમિટીની બેઠક મળશે. જો કે, રાજકીય સૂત્રોના જણાવ્યાનુંસાર, આ બેઠક નિર્ણાયક રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 

બીજી તરફ, આ પદ પર દાવેદારી કરનાર દાવેદારોએ ભાવનગર યુનિ.ના ૧૫માં કુલપતિ બનવા માટે લોબિંગ શરૂ કરી દિધું હોવાનું જાણવા મળેલ છે. તો, સ્થાનિકથી લઈ પ્રદેશ કક્ષાએ અમુક જાણિતા ચહેરાઓએ તો સ્થાનિકથી લઈ દિલ્હી સુધીની વગ શરૂ કરી આ પદ મેળવવા તમામ પ્રયત્નો શરૂ કર્યા હોવાનું જાણવા મળેલ છે. જયારે, કેટલાકે તો સમાજને આધાર બનાવી ભુતકાળમાં આ પદ માટે રચાયેલાં અને જ્ઞાતિવાદી રાજકારણનુ પૂનરાવર્તન કરવાની નેમ સાથે બળ આદર્યું હોવાની ચર્ચા પણ કેમ્પસમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે. જો કે, ૨૮મીએ મળનારી બેઠક પર હાલ સૌની મીટ મંડાઈને બેઠી છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય