Atlas of Indian Wolf Habitats in Gujarat: ગુજરાત તેની સમૃદ્ધ જૈવવિવિધતાના કારણે સમગ્ર દેશમાં જાણીતું છે. રાજ્ય સરકાર હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને સંવેદનશીલ પ્રાણીઓ જોવા મળે છે, જેમાં ભારતીય વરુનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં વરુના સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિવિધ સંરક્ષણલક્ષી પ્રવૃત્તિઓ અમલી બનાવવામાં આવી છે. જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદનું વાતાવરણ છે.