સુરતમાંથી ચિલ્ડ્રન બેન્કની ચાર કરોડની 2,000-500ના દરની નોટ ઝડપાઈ

0

[ad_1]

  • અસલી ચલણની સાથે ભેળવી દઈ ફરતી કરવાનો કારસોઃ છની ધરપકડ
  • આરોપીઓ પાસેથી 50 સોનાની, 10 ચાંદીની નકલી લગડીઓ પણ મળી
  • બંડલમાં ઉપર અને નીચે સાચી નોટ અને વચ્ચે નકલી નોટનો કિમીયો અપનાવ્યો!

સુરતના અમરોલીમાં આવેલ 99 શોપિંગ સેન્ટરની એક ઓફિસમાંથી છ શખ્સો પાસેથી 500-2000ની કિંમતની નકલી ચલણીનો અંદાજિત ચાર કરોડની મળી આવી હતી. આ ઉપરાંત 50 સોના અને 10 ચાંદીની નકલી લગડી મળી આવી હતી. આથી એટીએસની ટીમે તમામ મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ ક્યાંથી આ નોટ લાવતા હતા અને કોની કોની સાથે તેમને ડીલ કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં એટીએસની ટીમે તપાસ શરૂ કરી છે.

અમરોલી વિસ્તારમાં આવેલ 99 શોપિંગ સેન્ટરમાં એક ઓફિસમાં કેટલાક શખ્સો નકલી ચલણી નોટ અને સોના ચાંદીની લગડીઓ સાથે રાખીને લોકો સાથે ઠગાઇ આચરી રહ્યા હોવાની બાતમી એટીએસ અને સુરત એસઓજીને મળી હતી. બાતમી મુજબ, ત્યાં રેડ કરતા ઓફિસમાંથી મનસુખ ઉર્ફે મનીષ ઉમરેઠીયા, તેનો પુત્ર પિયુષ, મુકેશ ઉર્ફે કાનો સરવૈયા, જયસુખ બારડ, નરેશ ઉર્ફે ભાવેશ અને પરેશ ઉર્ફે પ્રકાશ પરમાર મળી આવ્યા હતા. બન્ને એજન્સીએ ઓફિસમાં તપાસ કરતા 500 અને 2000 રૂપિયાની નકલી ચલણી નોટ અંદાજિત 4 કરોડની મળી આવી છે. આ ઉપરાંત,50 સોનાની લગડી અને 10 નકલી સિલ્વર લગડી પણ મળી આવી હતી. આથી બન્ને એજન્સીએ તાત્કાલિક છ શખ્સોની ધરપકડ કરી હતી. એટીએસની તપાસમાં આરોપીઓએ કબુલ્યુ કે, આ શખ્સ જે નોટનાં બંડલ આપતા હતા. તેમાં ઉપર અને નીચે ઓરિજનલ નોટ મૂકી દેતા અને વચ્ચેના ભાગે ડુપ્લિકેટ 2000 અને 500ના દરની નોટો મૂકતા હતા. આ નોટો પધરાવી દેવા માટે તેમણે અલગ અલગ પાર્ટીઓ સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ હજુ સુધી કોઈ મોટી ડીલ તેમના દ્વારા કરવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

બાળકોને રમવા માટેની નોટનો ગઠિયાઓ કેવો દૂરઉપયોગ કરે તેનું આ ઉદાહરણ છે. બંડલમાં ઉપર અને નીચે સાચી નોટ અને વચ્ચે નકલી નોટનો કિમીયો પણ જૂનો છે છતાં લોકો છેતરાય છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *