સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ

0

[ad_1]

  • આરોપી સુરતના સચીન GIDCમાં સાથે કામ કરતી સગીરાને ભગાડી ગયો હતો.
  • આરોપીએ એમપીમાં પરિવારની હાજરીમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા
  • સુરત કોર્ટે આરોપીને પોક્સો અને કલમ 376 એમ બે કલમો હેઠળ ફટકારી સજા

સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચીન વિસ્તાર સચીન GIDC ખાતે બુટ બનાવતી કંપનીમાં સાથે કામ કરતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ભગાડી જવા અને બળાત્કાર કરી સગીરાને ગર્ભવતી બનાવાના કેસમાં આરોપીને કોર્ટે પોક્સો અને કલમ 376 એમ બે કલમ હેઠળ વીસ વીસ વર્ષ સખત કેદની સજા ફટકારી છે. કેસમાં પકડાયેલા આરોપી રામલાલ ઉર્ફે લખન ઉર્ફે રાહુલ ભામોરને સજા સાથે વિવિધ કલમ હેઠળ પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કેસની વિગત મુજબ સચીન વિસ્તારમાં આરોપી અને સગીરા એક સાથે કામ કરતા હતા. જે દરમિયાન આરોપી લખને સગીરાને પ્રેમજાળમાં ફોસલાવી હતી અને ગત તા. 19-4-2021ના રોજ સુરતથી ભગાડીને પોતાના વતન મધ્યપ્રદેશના ખરગોન ખાતે લઈ ગયો હતો. જયાં તેણે પરિવારની હાજરીમાં મંદિરમાં લગ્ન કર્યા હતા. અને ત્રણ મહિના મંદિરના આશ્રમમાં જ રહ્યા હતા.

જે દરમિયાન સગીરાની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસ મધ્યપ્રદેશથી બંનેને પકડીને સુરત લાવી હતી. જેમાં મેડિકલ તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું અને નવ સપ્તાહનો ગર્ભ હોવાનું જણાયું હતું. કેસમાં સરકાર તરફે એ.પી.પી. સંતોષ પાટીલે આ પ્રકારના વધી રહેલા બનાવ વચ્ચે કડક સજાની માગણી કરી હતી. જે માહ્ય રાખતા એડીશનલ સેશન્સ જજ ડી.પી. ગોહિલે પણ સમાજમાં દાખલો બેસે એ પ્રકારની સજા જરૂરી હોવાનું નોંધતા આરોપી લખનને પોક્સો અને કલમ 376 એમ બે કલમ હેઠળ વીસ વર્ષની સજા કરી હતી.

સગીરાને ગર્ભપાતની કોર્ટે મંજુરી આપી

કેસમાં સગીરાને મેડિકલ ઓફિસર દ્વારા તેણીને હેલા ગર્ભને દૂર કરવા માટે કોર્ટ સમક્ષ રજુઆત કરવાની સલાહ અપાઈ હતી. જેને આધારે સગીરા અને તેણીની માતાએ ગર્ભપાત્ત માટે અરજી કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખતા તેણીનો ગર્ભપાત કરાયો હતો. જેના ડી.એન એ. રિપોર્ટમાં લખન તેનો કુદરતી પિતા હોવાનું બહાર આવ્યું હતું. કેસમાં કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, બાળાને શરીર ઉપર બાહ્ય ઈજાના નિશાન નથી પરંતુ બળાત્કાર માનસિક અને ચારિત્ર્ય બંને ઉપર અસર પડે છે. આ સંજોગોમાં સગીરાના પુર્નવસન માટે કોર્ટે ત્રણ લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *