રાજ્યમાં ઠંડી વધતા 20 ટકા હાર્ટ એટેકના દર્દીઓ વધ્યા

0

[ad_1]

  • ઠંડીમાં ધમનીઓ સંકોચાઈ જતા હાર્ટ એટેક આવે છે
  • ઠંડીમાં આલ્કોહોલનું સેવન કરવાથી ખતરો વધી જાય છે
  • વહેલી સવારે ઠંડીથી લોહી ગંઠાઈ જવાથી એટેક આવે છે

રાજ્યમાં હાર્ટ એટેક વધતાં અમદાવાદના હ્રદય રોગના સ્પેશિયાલીસ્ટ ડૉ. જયેશભાઈ પ્રજાપતિએ સંદેશ સાથે વાત કરતા જણાવ્યું કે, અન્ય સીઝન કરતા ઠંડીની સીઝનમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ઠંડીની સીઝનમાં નળીઓ સંકોચાતી હોય છે. ઠંડીના કારણે ધબકારા વધતા હોય છે. તેમજ શિયાળામાં સ્વાસ્થ્ય સુધારવા માટે કેલરી વાળો ખોરાક વધારે માત્રામાં લેતા હોઈએ છીએ. તેમજ અનહેલ્થી લાઈફ સ્ટાઈલના લીધે એટેક આવવાના પ્રમાણ વધી જાય છે.

દેશના ઘણા રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી પડતા લોકો તોબા પોકારી ગયા છે. ત્યારે આ કડકડતી ઠંડી વચ્ચે કાનપુરમાં થયેલા 25 મોતની ઘટનાએ સૌ કોઈને હેરાન કરી દીધા છે. હાડ થીજાવતી ઠંડી વચ્ચે કાનપુરમાં હૃદય રોગની સમસ્યા ઝડપથી વધી રહી છે. અહીંના હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં હૃદયના દર્દીઓની સંખ્યા અચાનક વધતા લોકો ચિંતિત બન્યા છે. ગઈકાલે 5 જાન્યુઆરીના રોજ આ સંસ્થામાં 24 કલાકમાં 7 દર્દીઓના મોત થયા છે, તો કાનપુર શહેરમાં હાર્ટ એટેક તેમજ બ્રેઈન સ્ટ્રોકથી 25 દર્દીઓના મોત નિપજ્યા છે.

અચાનક વધવા લાગી દર્દીઓની સંખ્યા

હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાંથી મળેલી જાણકારી મુજબ 24 કલાકની અંદર 723 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે લવાયા, જેમાંથી 40 દર્દીઓને ગંભીર હાલતમાં હોવાથી દાખલ કરવા પડ્યા. ગુરુવારે 39 દર્દીઓને ઓપરેશન થિયેટરમાં લઈ જવા પડ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 દર્દીઓના મોત નિપજ્યા છે

હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોકથી 25 દર્દીના મોત

આખા શહેરની વાત કરીએ તો 24 કલાકમાં હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકના કારણે 25 દર્દીઓના મોત નિપજ્યા છે, તો કેટલાક દર્દીઓ હોસ્પિટલ સુધી પણ પહોંચી શક્યા ન હતા અને સારવાર મળ્યા પહેલા જ મોત થઈ ગયું હતું.

ઠંડી દરમિયાન મોત અંગે નિષ્ણાતોએ જણાવ્યું કારણ

નિષ્ણાતોના કહેવા મુજબ, કડકડતી ઠંડીમાં બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, જેના કારણે ધમનીઓમાં લોહી ગંઠાઈ જવાની શક્યતાઓ વધી જાય છે, જેના કારણે હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના કેસો વધુ સામે આવે છે અને સમયસર સારવાર ન મળે તો દર્દીઓનું મોત પણ થઈ શકે છે.

ઠંડી વધશે, સાવધાની રાખવી જરૂરી

આગામી કેટલાક દિવસો સુધી ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. આગામી કેટલાક દિવસો સુધી રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીના વધવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે આગામી 24 કલાકમાં મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *