– લીંબડિયું વિસ્તારમાં સવારના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ
– સાઈટ પર બાંધકામ શરૂ હતું ત્યારે અચાનક ટ્રક પલટી ગયો, ફાયર, પોલીસ, 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
ભાવનગર : ભાવનગરના ઘોઘાસર્કલ નજીક આવેલા લીમડિયું વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર આર.એમ.સી. ટ્રક પલ્ટી જતાં સર્જાયેલા અકસ્માતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા બે વ્યક્તિ દબાયા હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાઇડ્રોલિક ટૂલ્સ વડે ટ્રક તળે દબાયેલા વ્યકિતને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.