નલિયામાં 2, ગાંધીનગરમાં 5.3, કંડલામાં 5.5 ડિગ્રી તાપમાન

0

[ad_1]

  • રાજકોટ, પોરબંદર અને કચ્છમાં આજે પણ કોલ્ડવેવની આગાહી
  • જોકે અમદાવાદમાં પારો ઊંચકાતાં ઠંડીનું જોર ઘટશે
  • રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ઠંડીના આ બીજા રાઉન્ડમાં લોકો ધ્રુજી ઊઠયાં છે. રવિવારે નલિયામાં તાપમાનનો પારો 1.4 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. જોકે આજે નજીવો ઊંચકાતાં તાપમાન 2 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન રહ્યું છે. આ સિવાય પાટનગર ગાંધીનગરમાં 5.3 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 5.5 ડિગ્રી તાપમાન નોંધાતાં હાડ થિજવતી ઠંડીમાં લોકો ધ્રૂજી ઊઠયાં હતા. જોકે બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આજે ઠંડીએ નવા રેકોર્ડ પણ સર્જ્યા છે. અમદાવાદમાં ઠંડીએ 5 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે, જ્યારે પાટનગર ગાંધીનગરમાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. આ સિવાય રાજકોટમાં 8 અને પોરબંદરમાં 12 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. હવામાન ખાતાની વિગતો મુજબ આજે સોમવારે પોરબંદરમાં 6.2, કેશોદમાં 6.7, ડીસામાં 7, રાજકોટમાં 7.3, ભુજ અને અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હજુ મંગળવારના રોજ રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ વધુમા એમ પણ ઉમેર્યુ છે કે, અમદાવાદ સહિત રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં મંગળવારથી તાપમાન ઊંચકાવાનું શરૂ થશે.

પાટનગર ગાંધીનગરમાં એક દાયકા પુર્વે રેકર્ડબ્રેક ઠંડી પડી હતી. તે સમયે પણ ઉત્તરાયણ બાદ ઠંડીનું જોર વધ્યુ હતું. એક સમયે લઘુત્તમ તાપમાનનો પારો પોણા ચાર ડિગ્રી સુધી નીચે ઉતરી આવ્યો હતો. ત્યારબાદના વર્ષોમાં ઠંડીનું જોર ઘટયુ હતું. ગત વર્ષે ઠંડીનો પારો છ ડિગ્રી સુધી નીચે ઉતરી આવ્યો હતો. જોકે, ત્યારબાદ ઠંડીનું જોર ઘટયુ હતું. પરંતુ આ વર્ષે ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી પહોંચી આવ્યો છે. આ વખતે ઠંડીની પેટર્ન વર્ષ 2012ની સાલમાં પડેલી ઠંડી પ્રમાણે વર્તાઇ રહી છે.

અમદાવાદમાં ઠંડીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. વર્ષ-2016ની 30મી જાન્યુઆરીના રોજ શહેરનું લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોધાયુ હતુ. એ સિવાય વર્ષ-2011ની 23મી જાન્યુઆરીના રોજ 6.6 ડિગ્રી તાપમાન થઈ ગયું હતુ. વર્ષ-2012માં 7.1, 2013માં 7.6 અને 2014માં 7 ડિગ્રી સુધી તાપમાન ગગડયું હતું. આવી જ રીતે, રાજકોટમાં ઠંડીએ 8 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો. આ પહેલા વર્ષ-2014માં 6.4 ડિગ્રી અને વર્ષ-2012માં 6.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વર્ષ-2020માં રાજકોટમાં 7.4 ડિગ્રી સુધી પારો ગગડયો હતો. પોરબંદરમાં વર્ષ-2011થી લઈને વર્ષ-2022 સુધીમાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ. છેલ્લા 12 વર્ષમા સૌથી નીચુ 7.2 ડિગ્રી તાપમાન વર્ષ-2013માં નોંધાયું હતું, જેનો આજે રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. ભુજમાં બે વર્ષમાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ છે. આ પહેલા વર્ષ-2020ની 27મી જાન્યુઆરીના રોજ 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *