પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને 2 દિવસમાં 2 મોટા સન્માન

0

[ad_1]

  • બાબર આઝમ ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર
  • બાબર આઝમે એક મોટું સ્થાન હાંસલ કર્યું છે
  • 2022ના સર્વશ્રેષ્ઠ ODI ખેલાડી તરીકે પસંદગી

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ સતત ચમકતો રહ્યો છે. ICC ODI ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે પસંદ થયા બાદ તેને 2022 માટે શ્રેષ્ઠ ODI પ્લેયરનો એવોર્ડ મળ્યો છે. બાબરને સતત બીજા વર્ષે આ સન્માન મળ્યું છે. ગત વર્ષે પણ તેને શ્રેષ્ઠ ODI ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના સુકાનીએ ગયા વર્ષે વન-ડેમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 9 મેચમાં 84ની એવરેજથી કુલ 679 રન બનાવ્યા હતા. આ સાથે જ તેની બેટીંગથી 5 અડધી સદી ફટકારી હતી.

બાબરે સતત ત્રણ સદી ફટકારી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સતત બે સદી ફટકારી હતી. આ પછી તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે પણ સદી ફટકારી હતી. જુલાઈ 2021 થી, ODI રેન્કિંગમાં બાબરનું શાસન અકબંધ છે અને વર્તમાન ફોર્મને જોતા કહી શકાય કે બાબર નંબર-1ની ખુરશી સરળતાથી છોડશે નહીં.

ગયા વર્ષે લાહોરમાં ઓસ્ટ્રેલિયા સામે બાબરની શ્રેષ્ઠ વન-ડે ઇનિંગ્સ પસંદ કરવામાં આવી હતી. લાહોરમાં રમાયેલી આ વન-ડેમાં બાબરે 114 રન બનાવ્યા હતા. બાબરની કેપ્ટનશીપની ઇનિંગ્સના આધારે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 349 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ ઇનિંગ દરમિયાન બાબરે માત્ર 73 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે તેની ODI કારકિર્દીની સૌથી ઝડપી સદી હતી.

બે દિવસ પહેલા બાબરને છેલ્લા વર્ષ માટે ICC ODI ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બાબરે પાકિસ્તાનની ODI ટીમના કેપ્ટન તરીકે ગત વર્ષ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનની ટીમે ત્રણેય વન-ડે શ્રેણી જીતી હતી. ઓસ્ટ્રેલિયા સામે 9માંથી માત્ર એક વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રદર્શનના કારણે તેને ICC દ્વારા ODI ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *