Girl falls into borewell In Bhuj: અવારનવાર આપણને સાંભળવા મળે છે કે બોરવેલમાં કોઈ બાળક કે બાળકી પડી ગયા પરંતુ ભુજથી એક ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. જ્યા એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. ભુજના કંઢેરાઈ ગામે આ ઘટના બની હતી. જ્યાં આજે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી બોરવેલમાં ગરકાવ થઈ હતી, હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ યુવતીની ઉંમર લગભગ 18 વર્ષની આજુબાજુ જણાવાઈ રહી છે.