ગીતા-ગૌરી, મંગલમ સિનેમા, ન્યૂ જગત ટેક્સટાઈલ્સ,સહિતના 17 મિલકતની 7 દિવસ પછી હરાજી

0

[ad_1]

  • રીબેટ સ્કીમની વારંવાર ઓફર કરવા છતાં ધરાર ટેક્સ નહીં ભરનારાને AMCનું અલ્ટીમેટમ
  • રૂ. 5 કરોડ, 28 લાખનો ટેક્સ વસૂલવા 17 બાકીદારોને નોટિસ ફટકારી
  • ચાણક્ય બિલ્ડકોનનો રૂ. 32 લાખથી વધુ ટેક્સ બાકી હોવાનું જાણવા મળે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા અંદાજે રૂ. 5 કરોડ, 28 લાખથી વધુ રકમના બાકી પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં વસૂલવા માટે છેલ્લી ઘડીના પ્રયાસના ભાગરૂપે પૂર્વ ઝોનની 17 મિલકતોને નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં બાકી રકમ નહીં ચૂકવે તો આ મિલકતોની હરાજી કરવામાં આવશે અને મ્યુનિ.ના લેણાં વસૂલવામાં આવશે. પૂર્વ ઝોનની 17 મિલકતો પર જાહેર હરાજીનો ખતરો તોળાઈ રહ્યો છે તેવી મિલકતોમાં નૌતમભાઈ ચુનીલાલ સહિત અન્યો- ગીતા- ગૌરી સિનેમા, ન્યુ જગત ટેક્ષ્ટાઈલ્સ- મંગલમ સિનેમા, ઓઢવ, ભોગીલાલ મફતલાલ એન્ડ સન્સ, ચાણક્ય બિલ્ડ કોન, શ્રાીનાથ ફાર્મ, નવ ગુજરાત પેટ્રોલ પંપ, GIDC- મે. રાજેશ એલોયઝ, P/H શ્યામ ઈન્ટરમિડીએટ્સ, GIDC ઓઢવ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, શ્શ્વત ગમ ઈન્ડસ્ટ્રીઝ, ચાણક્ય બિલ્ડકોન પ્રા. લિ., મયુર ઈલેક્ટ્રોનિક્સ, ચેતન ટેક્સટાઈલ- મેટ્રોકેમ ઈન્ડ. લિ., અજય કેમિકલ, ધી તેજપુર પ્રોપર્ટી ડેવલપમેન્ટ કોર્પો.- જીવનધારા હોસ્પિટલ, નૌતમભાઈ ચુનીલાલ સહિત અન્યોનો સમાવેશ થાય છે. જ પૈકી ન્યુ જગત ટેક્ષ્ટાઈલ્સ- મંગલમ સિનેમા, રૂ. 92 લાખ, ભોગીલાલ મફતલાલ એન્ડ સન્સનો રૂ. 81 લાખ, નૌતમભાઈ ચુનીલાલ સહિત અન્યો – ગીતા- ગૌરી સિનેમાનો રૂ. 53 લાખથી વધુ, ચાણક્ય બિલ્ડકોનનો રૂ. 32 લાખથી વધુ ટેક્સ બાકી હોવાનું જાણવા મળે છે.

પૂર્વ ઝોનના આવેલા ઓઢવ, ગોમતીપુર, રખિયાલ, જશોદાનગર, વટવા જી આઈ ડી સી, અમરાઈવાડી સહિતના વિસ્તારમાં આવેલી પ્રોપર્ટીના લખો રૂપિયા બાકી છે. જેમને અનેક વખત નોટિસ આપવામાં આવી છે પરંતુ આ કરદાતા ટેક્સ ભરવામાં પીછેહઠ કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *