ગુજરાતમાં ડ્રગ્સની બદી વધી :બે જ વર્ષમાં 1,403 પેડલર-હેરફેર કરનારા શોધી કઢાયા

0

[ad_1]

  • જામીન પર છૂટી ફરી વેપાર કરનારાને જેલ હવાલે કરાયા
  • સુરતમાં 222 અને અમદાવાદમાં 133 પેડલરો આઈડેન્ટિફાઈ થયા
  • વર્ષ 2019-20ના અરસામાં 631 અને 2020-21માં આ સંખ્યા વધીને 772 પહોંચી

ગુજરાતમાં ડ્રગ્સની બદી ફૂલીફાલી રહી છે ત્યારે વર્ષ 2019-20 અને 2020-21 એમ બે વર્ષના અરસામાં 1403 ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સની હેરાફેરી કરનારાને આઈડેન્ટીફાઈ કરાયા છે, ડ્રગ્સ વેચનારાને નિયંત્રણમાં રાખવા માટે અગાઉ જે આરોપી પકડાયા છે તેમની પર શહેર જિલ્લાઓમાં એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા વોચ રાખવામાં આવે છે અને જો ફરી આવી પ્રવૃત્તિ કરે તો જેલહવાલે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ગૃહ વિભાગના સૂત્રો કહે છે. કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં ગત નવેમ્બર 2019થી ઓક્ટોબર 2021માં એટલે કે બે વર્ષમાં સુરત શહેર અને ગ્રામ્યમાં 222 ડ્રગ્સ પેડલર અને વેચનારાને ઓળખી કઢાયા છે, અમદાવાદ શહેર અને જિલ્લામાં 133 ડ્રગ્સ પેડલરોને આઈડેન્ટિફાઈ કરાયા છે, જે પૈકી અમદાવાદ શહેરમાં 51 અને અમદાવાદ ગ્રામ્યમાં 82ને ઓળખી કઢાયા છે, એ જ રીતે ભાવનગર જિલ્લામાં 167, બનાસકાંઠા જિલ્લામાં 149, વડોદરા શહેર અને ગ્રામ્યમાં 141ને શોધી કઢાયા છે. વર્ષ 2019-20ના અરસામાં 631 અને 2020-21માં આ સંખ્યા વધીને 772 પહોંચી છે.

ડ્રગ્સની લતથી એક વર્ષમાં આત્મહત્યાના કેસ 60% વધ્યા

ગુજરાતમાં વર્ષ 2021માં ડ્રગ્સ અને દારૂની લતના કારણે 117 પુરુષ અને 10 મહિલા એમ કુલ 127 વ્યક્તિને જીવન ટૂંકાવ્યું છે. વર્ષ 2020માં ગુજરાતમાં આ લતના કારણે 77 લોકોએ આત્મહત્યા કરી હતી, આમ છેલ્લા એક વર્ષની સરખામણીએ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂની લતના કારણે આત્મહત્યાના પ્રમાણમાં 60 ટકા જેટલો જંગી ઉછાળો નોંધાયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *