માતાની સારવાર માટે વ્યાજે લીધેલા 6.40 લાખ સામે 14 લાખ ચૂકવ્યા છતાં 8 લાખની ઉઘરાણી

0

[ad_1]

વ્યાજખોર મંદિરના મહંતે મકાનનું બાનાખત પણ રદ કરવા ઇનકાર કરી દેતાં પોલીસ ફરિયાદ

Updated: Jan 19th, 2023

વડોદરાઃ  વ્યાજખોરના ચક્કરમાં ફસાયેલા યુવકે બમણી રકમ ચૂકવી હોવા છતાં હજી વ્યાજખોર સતત ઉઘરાણી કરી પરેશાન કરતો હોવાથી આખરે પોલીસ ફરિયાદ કરી છે.

વાસણારોડની શિવમ રેસિડેન્સીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા આદર્શ અમીને પોલીસને કહ્યંુ છે કે,મારી માતાની બીમારી માટે નાણાંની જરૃર હોવાથી રેેશ્મા પારેખના પરિચિત રસેન્દ્ર રામદાસ મહંત (વાડી,રામજી મંદિર) પાસે ઓગષ્ટ-૨૦૧૮માં રૃ.૮ લાખ વ્યાજે માંગ્યા હતા.

રસેન્દ્રએ ચેક દ્વારા રૃ.૫.૫૦ લાખ અને બાકીના રૃ.૨.૫૦ લાખ કેશ આપવાની વાત કરી હતી.પરંતુ તેણે રૃ.૧.૬૦લાખ ડિપોઝિટ પેટે પહેલેથી જ કાપી લીધા હતા અને બાકીના રૃ.૬.૪૦ લાખ આપ્યા હતા.આ પેટે તેણે મારા મકાનનું રજિસ્ટર  બનાખત કરાવ્યું હતું અને ત્રણ ચેક પણ લીધા હતા.

યુવકે કહ્યું છે કે,મેં રસેન્દ્ર મહંતને વ્યાજની રકમ સાથે કુલ રૃ.૧૪ લાખ આપી દીધા હતા.જેથી તેણે મને મકાનનો કબજો આપી દીધો હતો.પરંતુ બાનાખત રદ નહિં કર્યું હોવાથી મારૃં મકાન વેચવામાં મુશ્કેલી પડી રહી હતી.જેથી મેં તેને બાનાખત રદ કરવા માટે કહેતાં તેણે રૃ.૮ લાખની માંગણી કરી ચેક બાઉન્સ કરાવ્યો હતો.જેથી ગોત્રી પોલીસે ગુનો નોંધી રસેન્દ્રની પૂછપરછ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *