પેપર લીક કાંડના આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

0

[ad_1]

  • આરોપીઓના 10 તારીખ સુધીના રીમાન્ડ મંજૂર
  • 7 અને 8 લાખ જુદી જુદી કિંમત નક્કી કરાઈ હતી: વકીલ
  • ATSએ 14 દિવસના રિમાન્ડની કરી હતી માગ

જુનીયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATS દ્વારા 16 આરોપીઓને વડોદરા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં ગુજરાત ATS દ્વારા તમામ 16 આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. પરંતુ વડોદરા કોર્ટ દ્વારા આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

કોર્ટમાં વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેપરના વેચાણ માટે 7 અને 8 લાખ રૂપિયાની જુદી જુદી કિંમત નક્કી કરવામાં આવી હતી. પેપર ફૂટવાના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મુકાયું હતું આથી ATS દ્વારા આરોપીઓના 16 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે તમામ 16 આરોપીઓના આગામી 10 ફેબ્રુઆરી સુધીના કુલ 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

મળતી માહિતી મુજબ જુનીયર ક્લાર્ક પેપર લીક કાંડમાં આ સિવાય વધુ 3 આરોપીના નામ સામે આવ્યા છે. આ સાથે જ ATS દ્વારા રિમાન્ડ કોપીમાં 4 આરોપીઓને ફરાર બતાવવામાં આવ્યા છે. હૈદરાબાદ ખાતેના પ્રિન્ટીંગ પ્રેસના સરધાકર લુહાર સહીત અન્ય તરાન આરોપીઓ સરોજ, ચિરાયુ તથા ઈમરાન પણ હાલ ફરાર છે. આથી આ ચાર આરોપીઓને શોધવા માટે તપાસ એજન્સીએ તજવીજ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *