યુક્રેનને મદદ મળતા રશિયન સૈન્ય ઉશ્કેરાયું, મિસાઇલ હુમલો કરતાં 11નાં મોત

0

[ad_1]

  • અમેરિકા, જર્મની, કેનેડા અને અન્ય દેશોએ યુક્રેનને મદદની જાહેરાત બાદ રશિયાના હુમલા તેજ
  • યુક્રેનમાં હુમલા થતા ઘણા વિસ્તારો ઈમરજન્સી બ્લેકઆઉટ થઈ ગયા હતા
  • યુએસ અને જર્મની કિવને ટેન્ક સપ્લાય કરવા માટે સહમત થયાના એક દિવસ બાદ આ હુમલા થયા

યુક્રેનને અમેરિકા, જર્મની અને અન્ય દેશો તરફથી મળી રહેલી સૈન્ય મદદથી રશિયા નારાજ છે. રશિયાએ ગુરુવારે યુક્રેન પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો, જેમાં 11 લોકોના મોત થયા હતા અને જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. યુક્રેન ઇમરજન્સી સર્વિસે જણાવ્યું કે રશિયન હુમલામાં અગિયાર લોકો માર્યા ગયા, જ્યારે અગિયાર ઘાયલ થયા. અમેરિકા, જર્મની, કેનેડા અને અન્ય દેશોએ યુક્રેનને મદદની જાહેરાત કર્યા બાદ રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. ગુરુવારે થયેલા હુમલામાં ઘણા વિસ્તારોમાં ઈમરજન્સી બ્લેકઆઉટ થઈ ગયા હતા.

મદદની જાહેરાત બાદ હુમલા વધ્યા

યુએસ અને જર્મની કિવને ટેન્ક સપ્લાય કરવા માટે સહમત થયાના એક દિવસ બાદ આ હુમલા થયા છે. કેનેડાએ પણ પુષ્ટિ કરી છે કે તે યુક્રેનિયન સેનાને ચાર ટેન્ક મોકલશે. યુક્રેનના ટોચના જનરલે દાવો કર્યો હતો કે યુક્રેનિયન એર ડિફેન્સે દેશમાં છોડવામાં આવેલી 55 મિસાઈલોમાંથી 47ને તોડી પાડી હતી.

કેનેડા આપશે ચાર લેપર્ડ 2 ટેન્ક

બીજી તરફ કેનેડાએ પણ ચાર લેપર્ડ 2 ટેન્ક યુક્રેન મોકલવાની જાહેરાત કરી છે. કેનેડાના સંરક્ષણ પ્રધાન અનિતા આનંદે ગુરુવારે જણાવ્યું હતું કે ટેન્કની ડિલિવરી તમામ સહયોગીઓ અને ભાગીદારોના યોગદાનથી શક્ય બની છે. તેનાથી યુક્રેનની સેનાને રશિયન હુમલા સામે લડવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાએ યુક્રેનને 31 M1 અબ્રામ યુદ્ધ ટેન્ક આપવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને બુધવારે આની જાહેરાત કરી હતી. બીજી તરફ જર્મની પણ 14 ‘લેપર્ડ 2A6’ ટેન્ક મોકલી રહ્યું છે. યુક્રેન પણ ટેન્ક માંગી રહ્યું છે કારણ કે રશિયા શરૂઆતથી જ આક્રમક રીતે હુમલો કરી રહ્યું છે. રશિયા આ પહેલાથી જ સમજી ચૂક્યું છે.

વાસ્તવમાં યુક્રેન લાંબા સમયથી અત્યાધુનિક ટેન્ક મેળવવા માંગે છે, જેથી તે રશિયન સેનાનો સામનો કરી શકે અને તેના પ્રદેશો ફરીથી કબજે કરી શકે. મેડ ઇન જર્મની લેપર્ડ-2 ટેન્કની સાથે અમેરિકાની અબ્રામ્સ એમ-1 ટેન્કને સૌથી અદ્યતન ટેન્ક ગણવામાં આવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *