દૂષ્કર્મના કેસમાં કરેણી ગામના આરોપીને ૧૦ વર્ષની સખત કેદ

0

[ad_1]

Updated: Jan 22nd, 2023


ઉનાની પોકસો કોર્ટ દ્વારા ચૂકાદો

પરિણીત અને એક પુત્રીનો પિતા હોવા છતાં તરૃણીને લલચાવી અપહરણ કરી લઈ જઈ દૂષ્કર્મ

ઉના :  ગીર ગઢડા તાલુકાના કરેણી ગામનો પરણિત અને એક બાળકીના પિતાએ
તરૃણી ઊપર કરેલ દુષ્કર્મના કેસમાં ઊનાની પોકસો કોર્ટએ દસ વરસની સખત કેદ અને દંડની
સજા ફટકારી છે.

ગીર ગઢડા તાલુકાના કરેણી ગામે રહેતો અને પરણિત અને એક
દીકરીનો પિતા રામ કાનાભાઈ ચુડાસમા (ઉ.વ.ર૯)એ તા.૩/૮/૨૦૨૦ના ૧૭ વરસની તરૃણીને
લલચાવી ફોસલાવી ભગાડી જઇ જૂદી જૂદી જગ્યાએ લઇ જઇ અવાર નવાર દુષ્કર્મ કરેલ હતું. આ
અંગેની ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી. પોલીસે આરોપી સામે ગુનો
દાખલ કરી આરોપીની ઘરપકડ કરી હતી. અને કોર્ટ માં ચાર્જ સીટ દાખલ કરેલ હતું.

જેનો કેસ ઊનામાં આવેલ પોકસો કોર્ટમાં ચાલેલ અને ફરિયાદ
પક્ષે સરકારી વકીલ મોહનભાઈ ગોહેલએ ફરિયાદી
,
સાહેદની જુબાની, મેડિકલ
રિપોર્ટ
, એફ એસ
એલ. રિપોર્ટ
, પોલીસ
અઘિકારીની જુબાની વગેરે પુરાવા રજૂ કરી દલિલ કરી 
હતી.

ઊનાની સ્પેશિયલ પોકસો કોર્ટના જજ રેખાબેન આસોડિયાએ પુરાવા
અને દલિલો અને જુબાનીઓ માન્ય ગણી આરોપી રામ કાના ભાઈ ચુડાસમા (રે. કરેણી તા. ગીર
ગઢડા)ને દસ વર્ષની સખત કેદની સજા અને રૃપિયા ૫૦૦૦નો દંડ ફટકારતો ચુકાદો  આપ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *